બચ્ચન પરિવાર શું કરવા માગે છે! હવે મુંબઇના આ વિસ્તારમાં…
બચ્ચન પરિવાર હાલમાં કોઇકને કોઇક કારણસર સમાચારમાં ચમકી રહ્યો છે. અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવા બાદ હવે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન રિયલ એસ્ટેટમાં રોકાણના સમાચારોને કારણે ચર્ચામાં આવ્યા છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે પિતા-પુત્રની જોડીએ મળીને મુંબઈમાં એક-બે નહીં, પરંતુ કરોડોની સંપત્તિ ખરીદી છે. બચ્ચન પરિવારની આ લક્ઝરી પ્રોપર્ટી ઓબેરોય રિયાલિટી પ્રોજેક્ટમાં છે, જેમાં 3 BHK અને 4 BHKના એપાર્ટમેન્ટ્સ છે. તેમણે કુલ 10 એપાર્ટમેન્ટ્સ ખરીદ્યા છે અને તેનો કુલ કાર્પેટ એરિયા 10,216 ચોરસ ફૂટ છે. આ મિલકતની કિંમત કરોડોની થાય છે.
| Also Read: મૌની રોયથી લઈને દેબોલિનાનો જુઓ રિલિજિયસ લૂકઃ ટેમ્પલ જ્વેલરીમાં દિલ જીત્યું…
હાલમાં અભિષેક બચ્ચન તેની પત્ની અને અભિનેત્રી ઐશ્વર્યા રાય સાથે છૂટાછેડાના સમાચારને કારણે ચર્ચામાં છે. દરમિયાન હવે સમાચાર આવી રહ્યા છે કે અભિષેકે તેના પિતા સાથે મુંબઈના મુલુંડ વિસ્તારમાં એક નવી લક્ઝરી પ્રોપર્ટી ખરીદી છે . આ પ્રોપર્ટીની કિંમત 24.95 કરોડ રૂપિયા છે. તેમણે દોઢ કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે. આ ખરીદી બાદ બચ્ચન પરિવારની કુલ સંપત્તિની યાદીમાં ઘણો વધારો થયો છે.
| Also Read: “હિંદુ પંડિતોને ખરાબ ચિતરે, મુસ્લિમોને સારા બતાવે” શાહરુખ ખાનની ફિલ્મ પર બોલ્યા અન્નુ કપૂર
આ દરેક એપાર્ટમેન્ટ લક્ઝરી છે. આમાંના આઠ એપાર્ટમેન્ટ 1049 સ્કવેર ફૂટના છે અને બે એપાર્ટમેન્ટ 912 સ્ક્વેર ફૂટના છે. અભિષેકે 14.77 કરોડ રૂપિયાના છ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે જ્યારે અમિતાભે બાકીના ચાર એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. તેમણે જે વિસ્તારમાં આ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે તે મુલુંડમાં છે. મુલુંડ વેસ્ટ લક્ઝરી પ્લેસ ગણાય છે. આ વિસ્તારની ખાસ વાત એ છે કે તેની આસપાસ હરિયાળું વાતાવરણ છે.
| Also Read: સાડી પહેર્યા પછી બોલ્ડ અંદાજમાં જોવા મળી ‘બિકિની ક્વિન’, જોઈ લો વાઈરલ તસવીરો…
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો બિગ બી ‘કલ્કી 2898 એડી’ પછી ‘વેટ્ટાઇયાં’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ લીડ રોલમાં હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. હવે તેઓ ‘આંખ મિચોલી 2’ ફિલ્મમાં જોવા મળશે. બિગ બી ટીવીશૉ ‘કૌન બનેગા કરોડપતિ’ પણ હોસ્ટ કરી રહ્યા છે. અભિષેક બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘બી હેપ્પી’, ‘આઈ વોન્ટ ટુ ટોક’ અને ‘હાઉસફુલ 5’માં જોવા મળશે.