મનોરંજન

Bachchan Familyમાં આ શું ચાલી રહ્યું છે? પહેલાં Abhishek અને હવે…

બચ્ચન પરિવાર (Bachchan Family) દર થોડાક સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતો હોય છે અને એમાં પણ ખાસ કરીને પરિવારમાં ચાલી રહેલાં વિખવાદને કારણે તો ખાસ. થોડાક સમય પહેલાં જ એવા સમાચાર આવ્યા હતા કે જુનિયર બચ્ચન એટલે કે અભિષેક બચ્ચન (Bollywood Actor Abhishek Bachchan)એ બોરીવલી ખાતે છ ફ્લેટ ખરીદ્યા છે અને હવે આ બધા વચ્ચે જાણે દીકરાને ટક્કર આપવા માંગતા હોય એ રીતે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Bollywood Megastar Amitabh Bachchan)ત્રણ નવી કમર્શિયલ પ્રોપર્ટી ખરીદી છે અને એ પમ 60 કરોડ રૂપિયાના ખર્ચે…

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો મુંબઈમાં અમિતાભ બચ્ચનને 59.58 કરોડ રૂપિયામાં નવી ઓફિસ ખોલવા માટે ત્રણ પ્રોપર્ટી ખરીદી છે અને આ માટે તેમણે 3.57 કરોડની તો સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે. છ દિવસ પહેલાં એટલે કે 20મી જૂનના આ પ્રોપર્ટી માટેનું રજિસ્ટ્રેશન થયું છે. આ ત્રણેય ઓફિસ અંધેરીમાં આવેલા વીરા દેસાઈ રોડ પર આવેલી સિગ્નેચર બિલ્ડિંગમાં આલેસી છે.

આ પણ વાંચો : બચ્ચન પરિવારમાંથી બીજું મોટું ડેબ્યુ? શ્વેતા બચ્ચને કહ્યું કે….

જોકે, આ પહેલી વખત નથી કે બિગ બીએ આ રીતે પ્રોપર્ટી ખરીદી હોય. આ પહેલાં પણ તેમણે અયોધ્યા ખાતે એક પ્લોટ ખરીદી રાખ્યો છે અને આ પ્લોટ આશરે 10000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે, જેની કિંમત આશરે 14.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ અહેવાલો 22મી જાન્યુઆરીમાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું એ પહેલાં આવ્યા હતા.

આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanની જેમ શું વધુ એક સદસ્ય કહેશે Bachchan Familyને અલવિદા?

અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેકે બોરીવલી ખાતે 15 કરોડ રૂપિયામાં 6 ફ્લેટ એક સાથે ખરીદતા જ એવી ચર્ચા પણ ચાલું થઈ ગઈ હતી કે હવે અભિષેક બચ્ચન પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા બચ્ચન (Bollywood Actor Aishwarya Rai Bachchan And Daughter Aaradhya Bachchan) સાથે રહેવાનો હોય.

બિગ બીએ દીકરા કરતાં મોંઘા ભાવની પ્રોપર્ટી ખરીદીને કદાચ એવું સાબિત કરી દીધું છે કે બેટા રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ, નામ હૈ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button