મનોરંજન

Jaya Bachchanથી પરેશાન છે દીકરી Shweta Bachchan સાંભળીને જયાએ આપ્યું આવું રિએક્શન…

હેડિંગ વાંચીને કદાચ તમને પણ એવું થયું હશે કે આખરે Jaya Bachchanની કઈ આદતથી Shweta Bachchan પરેશાન છે અને આ વાત જાણ્યા બાદ જયા બચ્ચને કેવું રિએક્શન આપ્યું હશે? ચાલો તમને વધારે રાહ જોવડાવ્યા વિના જણાવીએ આ આદત અને રિએક્શન વિશે… વાત જાણે એમ છે કે શ્વેતા બચ્ચનની દીકરી અને જયા બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદાનો પોડકાસ્ટ શો What The Hell Navya 2ને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દર્શકો એની ગર્લ્સ ટોક સાથે એક કનેક્ટ કરી શકે છે. નવ્યાએ શોના ત્રીજા એપિસોડનો પ્રોમો એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને આ એપિસોડમાં ત્રણેય સુંદરી એટલે કે નવ્યા ખુદ, નાની જયા બચ્ચન અને મમ્મી શ્વેતા બચ્ચન બ્યુટી ટીપ્સ અને હેર રૂટિન વિશે વાત કરતી જોવા મળે છે.

આ જ દરમિયાન શ્વેતા બચ્ચન જયા બચ્ચનની એક એવી આદત વિશે ખુલાસો કર્યો હતો. શેર કરવામાં આવેલા વીડિયોમાં શ્વેતાએ મમ્મી જયા બચ્ચનની સૌથી બકવાસ હેર કેર રિચ્યુઅલ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે તેને જયાની માથામાં કાંદાનો રસ લગાવવાની આદતથી હું પરેશાન છું.

આગળ શ્વેતાએ જણાવ્યું હતું કે મમ્મી મને સૌથી ખરાબ લાગતું હતું જ્યારે તમે તમારા માથામાં કાંદાનો રસ લગાવતા હતા. હું એની ગંધ દૂરથી જ સૂંઘી શકતી હતી. દીકરીની આ વાત સાંભળીને જયા બચ્ચન હસવા લાગે છે.

શ્વેતાએ એવું પણ જણાવ્યું હતું કે તે એક બાળકની જેમ ઊંઘે છે અને શ્વેતાની આ વાત સાંભળીને નવ્યા કહે છે કે તે ક્યારેય સારી રીતે નથી ઊંઘી શકતી. દોહિત્રીની આ વાત સાંભળીને જયા કહે છે કે આવું આટલા માટે થાય છે કારણ કે તે હંમેશા બીજા દિવસને લઈને ચિંતિત હોય છે તો પછી સારી ઊંઘ કઈ રીતે આવી શકે છે.

નવ્યાએ મમ્મીને શ્વેતાને એની સ્કીનકેર ટિપ્સ વિશે પૂછતાં જ શ્વેતાએ જણાવ્યું હતું કે હું ફેસવોશથી દિવસ શરૂ કરું છું અને પછી એને ટોન કરું છું. ત્યાર બાદમાં મોઈશ્ચરાઈઝર લગાવું છું.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એપિસોડમાં ત્રણેય જણ રિલેશનશિપ અને મોર્ડન ડેટિંગ વિશે ખુલીને વાત કરતાં જોવા મળ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…