બચ્ચન પરિવારને નથી પસંદ Aishwarya Rai-Bachchanની કેટલીક આદતો…

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે. હાલમાં આ પરિવાર પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે ત્યારે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને બિગ બીનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં બાપ-દીકરાની જોડીએ ઐશ્વર્યાની કઈ વાત સહન કરી રહ્યા છે એના વિશે ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું કહ્યું છે અભિ અને બિગ બીએ…
મળતી માહિતી પ્રમાણે અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન બંને જણ કરણ જોહરના લોકપ્રિય શો કોફી વિથ કરણમાં પહોંચ્યા હતા અને એ સમયે રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન કરણ જોહરે અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું કે અભિષેકની કઈ વાત તમને પસંદ નથી તો બિગ બીએ કહ્યું કે અભિષેકનું હિંદીમાં ઓછી વાત કરવાની આદત પસંદ નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે વહ ઐશ્વર્યા રાયની કઈ વાત તમને પસંદ નથી તો બિગ બીએ કહ્યું કે ટાઈમ મેનેજમેન્ટ.
આ પણ વાંચો: Aishwarya Rai-Bachchanએ આ રીતે વ્યક્ત કર્યો પતિ અભિષેક બચ્ચન માટે પ્રેમ? વીડિયો થયો વાઈરલ…
આ એપિસોડ રિલીઝ થયો એના 10 વર્ષ બાદ જ્યારે અભિષેક બચ્ચન બહેન શ્વેતા નંદા સાથે કોફી વિથ કરણમાં પહોંચ્યો હતદો ત્યારે અભિષેકને કરણે પૂછ્યું કે ઐશ્વર્યાની કઈ વાત તેને પસંદ છે જેના જવાબમાં જુનિયર બચ્ચને જણાવ્યું હતું કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે. ત્યાર બાદ અભિષેકને કરણે પૂછ્યું કે ઐશ્વર્યાની કઈ આદત તું સહન કરે છે તો એના જવાબમાં જુનિયર બચ્ચને જણાવ્યું કે તેની સામાન પેક કરવાની પેટર્ન. આ જ સવાલ શ્વેતાને પૂછવામાં આવ્યું હતું તો એના જવાબમાં શ્વેતાએ જણાવ્યું હતું કે મારે ઐશ્વર્યાની ટાઈમ મેનેજમેન્ટને ખૂબ જ ટોલરેટ કરવું જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો છે અને બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા એકબીજાથી ડિસ્ટન્સ રાખીને ચાલે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કર્યો હતો કે ઐશ્વર્યા અને અભિષેક ટૂંક સમયમાં જ ડિવોર્સ લેશે. જોકે, આ બાબતે ખુદ ઐશ્વર્યા કે અભિષેકે કોઈ ખુલાસો નથી કર્યો. પણ બંનેના ઈક્વેશનમાં કંઈક તો ગડબડ છે એ વાત નક્કી…