Bachchan Familyમાં બધું ઠીક નથી, થયો ચોંકાવનારો ખુલાસો…

બોલીવૂડના પાવરફૂલ ફેમિલીમાંથી એક એવો બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાક સમયથી સખત લાઈમલાઈટમાં રહે છે. એનું કારણ છે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચે પડેલું ભંગાણ. દરરોજ બંનેને લઈને કોઈને કોઈ વાતો સામે આવતી રહી છે. આ બધા વચ્ચે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી. ચાલો જાણીએ કોણે કર્યો છે આ ખુલાસો અને એનું કારણ શું છે-
તમારી જાણ માટે કે આ ખુલાસો અત્યારે નથી કરવામાં આવ્યો. સાત વર્ષ પહેલાં એટલે કે 2017માં અમર સિંહે આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) મુંબઈમાં પોતાના ઘરમાં પ્રતિક્ષામાં રહે છે જ્યારે જયા બચ્ચન (Jaya Bachchan) બીજા ઘરે જલસામાં રહે છે. તેમણે પોતાના ઈન્ટરવ્યુમાં એવો ખુલાસો પણ કર્યો હતો કે અભિષેક અને ઐશ્વર્યા પણ અલગ અલગ ઘરમાં રહે છે. અમર સિંહે જણાવ્યું હતું કે ટૂંકમાં વચ્ચન પરિવારમાં બધુ ઠીક નથી.
અમર સિંહના જણાવ્યા અનુસાર જયા બચ્ચન સાસુ-સસરા સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી અને અમિતાભ બચ્ચનના સામે જ માતા-પિતાનું અપમાન કરતાં હતા. આખરે આ બધાથી કંટાળીને અમિતાભ બચ્ચને જયા બચ્ચનને અલગ ઘર આપી દીધું અને પોતે માતા-પિતા સાથે પ્રતિક્ષામાં રહેવા લાગ્યા. અમર સિંહે એ સમયે અમિતાભ બચ્ચનને આજનો શ્રવણકુમાર ગણાવ્યા હતા. આજે પણ બિગ બીના રૂમમાં પિતા હરિવંશરાય બચ્ચનના ચશ્મા, પુસ્તકો અને અન્ય વસ્તુઓ રાખી છે અને એને પ્રણામ કરે છે.
આ પણ વાંચો : દેસી લૂકમાં આ રીતે છવાઈ બચ્ચન પરિવારની સદસ્ય, Aishwarya Rai-Bachchan ને આપી ટક્કર…
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પણ ખાસ કંઈ ઠીક નથી ચાલી રહ્યું. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પોતાના પિયરમાં રહે છે અને જાહેરમાં પણ બચ્ચન પરિવાર સાથે દેખાવવાનું ટાળે છે. જોકે, આ મામલે બંનેએ હજી કોઈ સ્પષ્ટતા કરી નથી.