Baby Johnને લાગ્યો Christmasનો અભિષાપ? જોઈએ શું છે આ અભિષાપ…
બોક્સ ઓફિસ પર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા- ટુ (Pushpa-2)ની ધૂમ જોવા મળી રહી છે અને રિલીઝ થયાના દિવસો બાદ પણ ફિલ્મ કમાણીના એક પછી એક રેકોર્ડ બ્રેક કરી રહી છે. પરંતુ વરુણ ધવન (Varun Dhawan)ની ફિલ્મ બેબી જ્હોન બોક્સ ઓફિસ પર ખૂબ જ ખરાબ રીતે પીટાઈ ગઈ છે. પરંતુ ફિલ્મ બેબી જ્હોન મુફાસાઃ ધ લાયન કિંગથી પણ પાછળ ચાલી રહી છે. હવે એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ફિલ્મ બેબી જ્હોન પણ ક્રિસમસના અભિષાપ હેઠળ આવી ગઈ છે. આવો જોઈએ શું છે આ ક્રિસમસનો અભિષાપ અને કઈ રીતે વરુણ ધવનની ફિલ્મ આ શાપની ચપેટમાં આવી ગઈ.
મુફાસાથી પણ પાછળ રહી ગઈ બેબી જ્હોન
વાત જાણે એમ છે બોલીવૂડ પર છેલ્લાં છ વર્ષથી ક્રિસમસનો જે અભિષાપ જોવા મળી રહ્યો છે. આ અભિષાપ ફિલ્મ બેબી જ્હોનથી પૂરો થાય એવી આશંકા સેવાઈ રહી હતી, પરંતુ અફસોસ એવું થયું નહીં અને બેબી જ્હોન પણ ઊંધા માટે પટકાઈ ગઈ છે. કમાણીની વાત કરીએ આ ફિલ્મ મુફાસાઃ ધ લાયન કિંગથી પણ પાછળ રહી ગઈ છે.
આ પાંચ ફિલ્મોને લાગ્યો ક્રિસમસનો અભિષાપ
મળતી માહિતી પ્રમાણે છેલ્લાં છ વર્ષથી બોલીવૂડ માટે ક્રિસમસ કંઈ ખાસ સારી નથી નિવડી અને આ વખતે પણ આ અભિષાપ ખતમ નથી થયો. વાત કરીએ છેલ્લાં છ વર્ષની તો આ અભિષાપની શરૂઆત 2018થી થઈ હતી. 2018માં શાહરૂખ ખાનની ફિલ્મ આવી હતી ઝીરો. જે સુપરડુપર ફ્લોપ રહી હતી. બસ ત્યાર બાદથી ક્રિસમસ પર રિલીઝ થયેલી ફિલ્મ દબંગ થ્રી, 83,સર્કસ અને ડંકી બધી જ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મો ખાસ કંઈ કમાણી કરી શકી નહોતી અને ફિલ્મ બેબી જ્હોનના હાલ પણ કંઈક આવા જ થઈ રહ્યા છે.
Also read: હીટ ફિલ્મ માટે વરૂણ ધવને આવતા વર્ષની જોવી પડશે રાહ, બેબી જ્હોન તો બીજા જ દિવસે પટકાઈ
બેબી જ્હોનનો ફ્લોપ શો એટલી માટે મોટો આંચકો
થિયેટરમાં રહેલી ફિલ્મ બેબી જ્હોનની આ હાલત ફિલ્મ મેકર એટલી માટે પણ એક મોટો ઝટકો સાબિત થયો છે. આ ફિલ્મ એના જ બેનર હેઠળ બની છે. જવાનના ડિરેક્ટર એટલી ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ અને કમાઉ ફિલ્મ મેકર્સમાંથી એક છે. પરંતુ આ કિસમસના અભિષાપે એટલીને પણ નહીં બક્ષ્યા.
ફિલ્મ આલ્ફા શું થશે?
2024 બાદ બોલીવૂડને 2025થી ખૂબ જ આશા-અપેક્ષા છે. આવતા વર્ષે ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સિકંદર આવી રહી છે અને વર્ષના અંતમાં ક્રિસમસ પર આલિયા ભટ્ટ, શર્વરી વાઘની ફિલ્મ આલ્ફા પણ રિલીથ થઈ રહી છે. જોઈએ હવે ફિલ્મ આલ્ફા છ વર્ષના આ ક્રિસમસ અભિષાપને તોડી શકશે કે નહીં?