મનોરંજન

ખુલ્લા વાળ, કજરાલી આંખો….રવિના ટંડન-2ના સ્ટાઇલે લાખોના દિલ જીતી લીધા

અભિષેક કપૂરની આગામી ફિલ્મ ‘આઝાદ’નું ગીત ‘ઉઇ અમ્મા’ હાલમાં રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં રવિના ટંડનની પુત્રી રાશા થડાની ડેબ્યુ કરવા જઇ રહી છે. તેની સાથે હિરો તરીકે અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પમ ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મના ‘ઉઇ અમ્મા’ ગીતમાં રાશાના ડાન્સ મૂવ્સને જોઈને દરેક જણ દંગ રહી જાય છે. લોકો તેને તેની માતા કરતા પણ ચઢિયાતી અભિનેત્રી ગણાવી રહ્યા છે. તેની સરખામણી માત્ર તેની માતા સાથે જ નથી કરવામાં આવી રહી પરંતુ તેને તેના કરતા વધુ સારી ગણાવવામાં આવી રહી છે. આ ગીત આ વર્ષનું શ્રેષ્ઠ પાર્ટી સોંગ બનશે એવું લાગી રહ્યું છએ. ગીતની કોરિયોગ્રાફી પણ અદભૂત છે અને રાશાએ પણ ઉફ.. કિલર પર્ફોર્મન્સ આપ્યું છે, જેને જોઇને બધા આફરિન પોકારી રહ્યા છે. ચારેબાજુ રવિના ટંડનની દીકરીના જ વખાણ થઇ રહ્યા છે.

ઉઇ અમ્મા’ ગીતને સ્વર મધુબંતી બાગચીએ આપ્યો છે. ગીતની કોરિયોગ્રાફી બોસ્કો લેસ્લી માર્ટીસે કરી છે. આ ગીતનું સંગીત અમિતાભ ભટ્ટાચાર્યનું છે. આ ગીતનો ટ્રેક અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યો છે. આ ગીત ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. થોડા કલાકો પહેલા જ રિલીઝ થયેલા આ સોંગને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ગયા છે.

લોકો રાશાને ટેલેન્ટેડ સ્ટાર કિડ અને સુહાના ખાન અને ખુશી કપૂર કરતા સારી અભિનેત્રી ગણાવી રહ્યા છે. ગીત પર લોકો મજેદાર કમેન્ટ કરી રહ્યા છે. કેટલાકે તો તેને ‘જુનિયર રવિના’ તો કેટલાકે તેને ‘માઇન્ડ બ્લોઇંગ રવિના-2’ ગણાવી છે. લોકો તેને અન્ય સ્ટાર કિડઝ કરતા સારી અભિનેત્રી ગણાવી રહ્યા છે, જેનામાં અભિનયની ક્ષમતા છે. કેલાક નેટિઝને તો જણાવ્યું છે કે, ‘મસ્ત મસ્ત ગર્લ રવિનાની ડાન્સની કુશળતા અને અભિનય કુશળતા દીકરી રાશામાં આવી છે.

ટેલેન્ટેડ હોવા ઉપરાંત તેની પાસે ઉમ્ફ ફેક્ટર પણ છે, જે લોકોને તેના દિવાના બનાવી રહ્યું છે. તે આગામી સમયમાં બીજા બધા સ્ટાર કિડ્ઝને પાછળ છોડીને સુપરસ્ટાર બનશે.’ લોકો જણાવી રહ્યા છે કે રાશામાં ખુશી કપૂર અને સુહાના ખાન કરતા વધુ સારી અભિવ્યક્તિ છે. તેની એક્ટિંગમાં દમ છે. તો વળી એકે તો એમ જણાવ્યું છે કે ‘કેટરિના પ્લસ રવિના રાશાની બરાબર છે.’ રાશાની ફિલ્મ ‘આઝાદ’ આ મહિનાની 17 તારીખે રિલીઝ થઈ રહી છે. અમન-રાશાની ફિલ્મ કારકિર્દી આ ફિલ્મ બાદ કેવો ટર્ન લે છએ એ જોવાનું રહેશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button