પત્ની માટે આયુષ્માન ખુરાનાએ લખી એવી પોસ્ટ કે લોકોનું દિલ જીતી લીધું, જાણો શું લખ્યું?

મુંબઈ: બૉલીવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)એ તેની પત્ની તાહિરા કશ્યપ (Tahira Kashyap) માટે એક ખાસ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આજે વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) નિમિત્તે પત્ની માટે પોસ્ટ કરીને આયુષ્માને લોકોનું દિલ જીતી લીધું છે.
આયુષ્માન અને તાહિરા બૉલીવૂડના પ્રખ્યાત કપલમાંથી એક છે. બંને એક બીજાને કૉલેજના સમયથી ડેટ કરી રહ્યા હોવાની માહિતી આયુષ્માને આપી હતી. જોકે હવે તેમના લગ્નને 15 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે.
2019માં તાહિરાને સ્ટેજ ઝીરોનું બ્રેસ્ટ કેન્સર હોવાની વાત જણાતા એ સમય બંને માટે ખૂબ જ મુશ્કેલ ભર્યો રહ્યો હતો. તાહિરાને કેન્સરનું નિદાન થતાં તેની માસ્ટેકટોમી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી તે સાજી થઈ ગઈ હતી. પત્નીના કેન્સરને લઈને આયુષ્માને એક ખાસ પોસ્ટ શેર કરી છે.
ચાર ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસે આયુષ્માને તાહિરા સાથેની ચાર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પહેલી તસવીરમાં આયુષ્માન અને તાહિરા મિરર સેલ્ફી લેતા જોવા મળી છે. બીજી તસવીરમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર બાદ તાહિરાના શરીર પર સર્જરીનો કટ જોવા મળે છે અને તાહિરાના માથાના વાળ પણ ખરી ગયા હતા, જ્યારે ત્રીજી અને તસવીરમાં તાહિરા કેન્સર અવેરનેસનું ટી-શર્ટ પહેર્યું છે.
પત્નીના કેન્સરને લઈને આયુષમાને શેર કરેલી પોસ્ટ પર તેણે એક સુંદર નોટ પણ લખી હતી. આયુષ્માને લખ્યું હતું કે એ છોકરી જેને મેં પંજાબ યુનિવર્સિટીમાં સમોસા અને ચા-પિતા જોઈ. તારા હૃદય અને આત્માના પ્રેમમાં તાહિરા કશ્યપ એવું કેપ્શન આયુષ્માને આપ્યું હતું.
પોતાના કેન્સરને લઈને તાહિરાએ એક મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેન્સરની જાણ થયા પછી મેં કોઈની પાસે જવા કરતાં રોજ રાતે રડવાનું પસંદ કર્યું હતું. હું બે જિંદગી જીવી રહી હતી. આયુષ્માન શૂટિંગ પર જતો અને હું રાત આખી મારા રૂમમાં રડતી હતી અને સવારે એક ખુશ વ્યક્તિની જેમ લોકો અને મારા બાળકોની સામે આવતી હતી.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે તાહિરાને 2018માં બ્રેસ્ટ કેન્સર ડાયગ્નોસ થયું હતું અને એના અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. જોકે, બીજી તસવીર શેર કરીને લખ્યું હતું કે હવે તે ફીટ એન્ડ ફાઈન હોવાની ખુશખબરી આપી હતી. આયુષમાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો છેલ્લે આયુષમાન ડ્રીમ ગર્લ ટૂમાં જોવા મળ્યો હતો, જ્યારે આગામી દિવસોમાં અન્ય ફિલ્મોમાં જોવા મળી શકે છે.