મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

ચાર ચાર ફિલ્મો છતાં પણ આ કોની યાદ સતાવી Ayushman khurana ને?

બોલીવુડના સુપરસ્ટાર આયુષ્માન ખુરાનાએ લાંબા સમયથી ફિલ્મ ડ્રીમ ગર્લ-2 માં જોવા મળ્યો હતો અને આ ફિલ્મે બોક્સઓફિસ પર ખૂબ જ ધૂમ મચાવી હતી. હવે આયુષ્માન તેના આગામી 4 પ્રોજેક્ટ્સમાં સખત વ્યસ્ત છે, પરંતુ આ બધા વચ્ચે આયુષ્માન ખુરાનાને પહાડોની યાદ સતાવવા લાગી છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને યાદ પહાડોની મુલાકાત લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આયુષ્માને પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે તેને હવે હવે સી-લેવલ પર કામ કરવાની જરાય ઈચ્છા નથી.

આ પણ વાંચો : ગદર ફિલ્મના એક્ટરનું નિધન, બોલિવૂડમાં શોકનો માહોલ…

આયુષ્માન ખુરાનાએ તેના જૂના વેકેશનના ફોટો શેર કર્યા છે જેમાં આયુષ્માન તેના પરિવાર સાથે પહાડોમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. આ સિવાય આયુષ્માને તેના બાળકો સાથેનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટો શેર કરીને આયુષ્માને લખ્યું છે કે ‘મને પહાડોમાં પર પાછા લઈ જાઓ, મને સી લેવલ પર રહેવાનું જરાય મન નથી.’ આયુષ્માનની આ પોસ્ટ પર ફેન્સ પણ કમેન્ટ કરી રહ્યા છે અને એમાંથી કેટલાક જૂના મિત્રો છે, જેમણે આયુષ્માન ખુરાનાને જૂના દિવસોની યાદ પણ અપાવી હતી. આ સાથે સાથે જ ચાહકોએ પણ આયુષ્માનની ફોટોગ્રાફીના વખાણ કર્યા છે.

આ પણ વાંચો : Abhishek Bachchanએ કેમ કહ્યું હું આ ક્યારેય સમજી શક્યો નથી મને એનાથી ચીડ આવે છે…

વાત કરીએ આયુષ્માન ખુરાનાના વર્ક ફ્રન્ટની તો તેણે 2012માં ફિલ્મ ‘વિકી ડોનર’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પહેલી ફિલ્મ સુપરહિટ થયા બાદ આયુષ્માનની કરિયરે જોર પકડ્યું. આ ફિલ્મ હિટ થતાં જ આયુષ્માનને ઘણી ફિલ્મો મળી અને થોડા જ સમયમાં સ્ટાર બની ગયો. હવે આયુષ્માને તેની 12 વર્ષની કારકિર્દીમાં 37થી વધુ ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. આયુષ્માનની છેલ્લી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ-2’ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. હવે આયુષ્માન તેના આગામી 4 પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : Sunil Grover એ ઉડાવી Tripti Dimri ના એ સીન્સની મજાક, નેટિઝન્સે કહ્યું…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર, આયુષ્માન હાલમાં થમા, સન્ડે અને 2 અનટાઈટલ પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ ફિલ્મોની જાહેરાત કરવામાં આવશે. તાજેતરમાં જ આયુષ્માન ખુરાનાએ IIFA એવોર્ડ્સમાં પોતાના જોરદાર પ્રદર્શનથી લોકોના દિલ જીતી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button