Bigg Boss-17ની આ મોસ્ટ કોન્ટ્રોવર્શિયલ કન્ટેસ્ટન્ટ હોસ્પિટાઈઝ્ડ, પોસ્ટ કરી આપી માહિતી…
Bigg Boss-17 ફેમ Ayesha Khan પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે લાઈમલાઈટમાં રહે છે. હવે આ આયેશા ફરી એક વખત ચર્ચામાં આવી છે અને એનું કારણ છે તેણે કરેલી પોસ્ટ. હાલમાં જ આયેશાએ પોસ્ટ કરીને પોતે હોસ્પિટલાઈઝ્ડ હોવાની માહિતી ફેન્સને આપી છે. જોકે, તેને કેમ હોસ્પિટલાઈઝ્ડ કરવામાં આવી છે તેનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાનના રિયાલિટી ટીવી શોમાં પણ આયેશાએ આ જ શોમાં ભાગ લઈ રહેલાં અને વિજેટા બનેલા સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર રાણા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પોસ્ટ કરી છે. આ સ્ટોરીમાં શેર કરવામાં આવેલા ફોટોમાં આયેશા હોસ્પિટલમાં જોવા મળી રહી છે અને તેના હાથ પર આઈવી ડ્રિપ લગાવવામાં આવી છે.
આયેશાએ જેવી આ સ્ટોરી પોસ્ટ કરી કે તેના ફેન્સ એકદમ ચિંતામાં પડી ગયા છે અને તે જલદી સાજી થઈ જાય એ માટે પ્રાર્થના કરી રહ્યા છે. ફોટો શેર કરવાની સાથે સાથે જ આયેશા ખાને કેપ્શનમાં લખ્યું છે કે હું અહીંયા ફરી પાછી આવી ગઈ… અહીંયા તમારી જાણ માટે કે આ પહેલાં આયેશા ખાન બિગ બોસના ઘરમાં પણ બે-ત્રણ વખત બેહોશ થતા જોવા મળી હતી.
ફેન્સ આયેશાની આ સ્ટોરી પર ગેટ વેલ સૂન અને તેની તબિયતમાં જલદી સુધારો જોવા મળે એ માટે કમેન્ટ્સ કરી રહ્યા છે. બિગ બોસમાં આયેશાએ મુનવ્વર પર ગંભીર આક્ષેપો કરતાં તેણે તેની સાથે ચિટિંગ કરી હોવાનો દાવો પણ કર્યો હતો.