આયશા અને નેહા શર્માના કિલર લુકની તસવીરો વાઇરલ

મુંબઈ: કોઈ સેલેબ્રિટીઝ કે ફિલ્મ સ્ટાર મુંબઈની ગલીઓમાં લટાર મારવા નીકળે કે તરત જ ત્યાં પાપારાઝીનો જમાવડો જમા થઈ જાય છે, તેમાંય વળી આ સ્ટારની એક ઝલક પોતાના કૅમેરામાં કેદ કરવા માટે પાપારાઝી પડાપડી કરતાં હોય છે. તાજેતરમાં મોડલ/અભિનેત્રી આયશા શર્મા અને તેની બહેન મોડલ/અભિનેત્રી નેહા શર્માની એક ક્લિપ વાઇરલ થઈ રહી છે, જેમાં શર્મા સિસ્ટરના ગ્લેમરસ લૂકને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા.

શર્મા સિસ્ટર્સે મુંબઈમાં આવેલા એક કૅફેની બહાર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા આ વીડિયોમાં પહલે નેહા શર્મા આવતી દેખાઈ રહી છે અને ત્યારબાદ તેની બહેન આયશા પણ એક બ્લેક કલરની કારમાંથી બહાર આવી હતી. બંને બહેન એક કૅફેમાં જતાં હોવાનું આ વીડિયોથી જણાઈ રહ્યું છે.

કારમાંથી નીકળ્યા પછી આયશા શર્માએ પાપારાઝીને તમે કેમ છો? એમ કહી તેમના હાલ પણ પૂંછયા હતા. નેહા અને આયશાએ અનેક વખત જિમ અને રેસ્ટોરાંની બહાર જોવા મળ્યા છે. આજે મુંબઈના એક કૅફેમાં આયશા શર્મા બ્લેક ક્રોપ ટોપ અને નીચે લૂઝ પેન્ટ પહેરીને આવી હતી. આયશા અને નેહાના બ્યુટીફુલ લૂકને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ ભરી ભરીને તમના પર પ્રેમ વરસાવતી કમેન્ટ્સ કરી રહ્યા છે.