અવનીત કૌરે એક છોકરાની કરી નાખી ધોલાઈ, કારણ જાણશો તો ચોંકી જશો!

અવનીત કૌર ટીવી જગતની એક જાણીતી અભિનેત્રી છે. તેણે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અવનીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની સુંદરતાના ઘણા દિવાના છે. અવનીતે હોળી વખતે તેની સાથે થયેલી એક ઘટના શેર કરી છે જયારે એક છોકરાએ તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. ત્યારબાદ અવનીતે તેની ખૂબ ધુલાઈ કરી હતી.
એક ઇન્ટરવ્યૂમાં અવનીતે કહ્યું હતું કે, હોળી વખતે મેં એક છોકરાને ચેતવણી આપવા છતાં એણે મારા બમ પર બલૂન ફેંક્યો. ત્યારે મેં તેને કહ્યું હવે તારું આવી બનશે. તને ખબર નથી હું કેટલી ખતરનાક છોકરી છું. મેં બેટથી એની ખૂબ ધુલાઈ કરી નાખી હતી.
આ પણ વાંચો : શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું
ત્યાર બાદ મેં તેની મમ્મી મારી મમ્મી પાસે ફરિયાદ કરવા આવી હતી. ત્યારે મારી મમ્મીએ કહ્યું ‘એણે કામ જ એવું કયું છે તો શું કરે?’
અવનીતે એ પણ કહ્યું કે સાબુની એડમાં કામ કર્યા બાદ એ કેવીરીતે સ્કૂલમાં ટ્રોલ થતી હતી. તેણે કહ્યું જયારે હું સ્કૂલમાં જતી તો બધા મને કહેતા ‘બંટી તેરા સાબુન…..! હું વધારે વાત નહોતી કરતી તેથી બધાને લાગતું હું ઘમંડી છું. કારણકે હું સ્ટાર છું.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અવનીત લવ ઈન વિયેતનામમાં જોવા મળશે. ઉપરાંત હોલીવુડની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ ધ ફાયનલ રેકોર્ડિંગમાં પણ જોવા મળશે.