અવનીત કૌરની બ્લુ બીચ પર મસ્તી…
મુંબઈ: પહેલા બાળ કલાકાર તરીકે ટી.વી સિરિયલોમાં, પછી ટીનેજમાં ટીક-ટોક પર અને સોશિયલ મીડિયા પર જલવો વિખેર્યા બાદ હવે મોટા પડદે એટલે કે ફિલ્મોમાં પહોંચેલી અવનીત કૌરે નાની જ ઉંમરમાં પોતાનો મોટો ફેનબેઝ અને લાખોની સંખ્યામાં ફોલોઅર્સ બનાવી લીધા છે
‘ટીકૂ વેડ્સ શેરુ’ ફિલ્મથી પોતાની ફિલ્મી સફરની શરૂઆત કરનારી અવનીત હાલ મોજની પળો વીતાવી રહી છે અને તેની આ પળોની તસવીરો તે પોતાના ફેન્સ સાતે પણ અચૂક શેર કરી રહી છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
હાલ અવનીત વેકેશન મનાવી રહી છે અને એ દરમિયાન તેણે પોતાની અમુક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં તે સમુદ્ર કિનારે મસ્તી કરી રહેલી દેખાય છે. તેની આ બોલ્ડ અને બ્યૂટીફુલ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
તસવીરોમાં તે કોર બ્લૂ કલરની બિકીનીમાં અલગ અલગ અદામાં પોઝ આપી રહેલી દેખાય છે. વ્હાઇટ કલરની હેટ પહેરીને જુદા જુદા પોઝ આપી રહેલી અવનીતે સન ગ્લાસિસ પણ પહેર્યા હતા જેમાં તે કાતિલ દેખાતી હોવાની કોમેન્ટ્સ ફેન્સ કરી રહ્યા છે.
તસવીરોમાં પોતાનું કર્વી ફિગર ફ્લૉન્ટ કરી રહેલી અવનીતે કેપ્શનમાં લખ્યું હતું કે ‘આ બીચ માયકોનોસમાં હું ટેન માટે તૈયાર થઇ રહી છું’. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’માં દેખાયેલી અવનીતે લાઇટ લુક મેકઅપ અને એક પાતળી ચેનથી પોતાનો બીચ લુક પૂરો કર્યો હતો.