ચાલી શું રહ્યું છે આ? કોહલી કોહલીના નામના નારા લગાવતી જોવા મળી અવનીત કૌર…

આજકાલ સોશિયલ મીડિયા પર બે જ નામ સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે, એમાંથી એક નામ ક્રિકેટ વર્લ્ડનું સર્વસ્વ છે તો બીજું નામ ગ્લેમર વર્લ્ડથી છે. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા કોની વાત થઈ રહી છે અને જો ખ્યાલ ના આવ્યો હોય તો અમે તમને જણાવી દઈએ કે અહીં વાત થઈ રહી છે વિરાટ કોહલી અને અવનીત કૌરની.
વિરાટ કોહલીએ જ્યારથી અવનીત કૌરનો ફોટો લાઈક કર્યો છે ત્યારથી જ બંને એકદમ ચર્ચામાં આવી ગયા છે. જોકે, આ મામલે વિરાટ કોહલીએ સ્પષ્ટતા પણ કરી દીધી છે પણ નેટિઝન્સ છે કે થંભવાનું નામ જ નથી લઈ રહ્યા. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અવનીત કૌર વિરાટ કોહલીને ચિયરઅપ કરતી જોવા મળી રહી છે.
વાત જાણે એમ છે કે ગઈકાલે જ વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કરી છે અને આવી સ્થિતિમાં આ વીડિયો વાઈરલ થતાં નેટિઝન્સ વિરાટના નામે અવનીતને છેડી રહ્યા છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અવનીત કૌર, શહેનાઝ ગિલ, મુનવ્વર ફારુખી અને બીજા કેટલાક લોકો સાથે જોવા મળી રહી છે. આ તમામ લોકો વિરાટ કોહલી માટે ચિયર અપ કરી રહ્યા છે.
અવનીત કૌર વાઈરલ વીડિયોમાં જોર જોરથી કોહલી કોહલીના નારા લગાવી રહી છે એટલું જ નહીં પણ તેણે હાથથી હાર્ટનું ઈમોજી બનાવીને કોહલી માટેનો પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. આ સિવાય એક્ટ્રેસે વિરાટને ફ્લાઈંગ કિસ પણ કરી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અવનીત કૌરની એક પોસ્ટ પર વિરાટ કોહલીનું એક લાઈક જોવા મળ્યું હતું. જોકે, બાદમાં વિરાટે આ બાબતે સ્પષ્ટતા પણ કરતી પોસ્ટ પણ શેર કરી હતી. પરંતુ ત્યારથી નેટિઝન્સ વિરાટનું નામ લઈને અવનીતને છેડી રહ્યા છે. એમાં પણ ગઈકાલે જ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ એનાઉન્સ કર્યું ત્યારથી મામલો વધારે વણસી રહ્યો છે.
આપણ વાંચો: Virat Kohliની રિટાયરમેન્ટનું ખરું કારણ આવી ગયું સામે, જાણીને ચોંકી ઉઠશો…