ઓહ નો અડધી રાતે આ હાલતમાં એરપોર્ટ પર દેખાઈ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડ એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવનીત હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર અડધી રાતે સ્પોટ થઈ હતી. અવનીત કૌરની એરપોર્ટ સ્ટાઈલ આમ તો બોરિંગ નથી હોતી. પરંતુ આ વખતે અવનીત કૌરે થોડી અલગ સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે એવું તે શું ખાસ હતું આ લૂકમાં-
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અવનીત કૌર એક સિમ્પલ સફેદ ટેંક ટોપ, બ્લેક જેકેટ અને મેચિંગ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. પરંતુ અવનીતને આ રીતે જોઈને કેટલાક લોકોએ મોઢું પણ બગાડ્યું હતું. અવનીતે પેપ્ઝને ઈશારો કરતાં ઘરે જઈને સૂઈ જવાનું જણાવતા ગુડ નાઈટ કહ્યું હતું.
આ પણ વાંચો: બોલો, અવનીત કૌર પહોંચી વિમ્બલ્ડનમાંઃ વિરાટ સાથે અણધાર્યો ‘સંયોગ’, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ!
અવનીત કૌર જેવી ટર્મિનલની બહાર ઊભેલી કાર તરફ આગળ વધી તો પહેલાં તેણે સ્માઈલ આપી હતી અને પેપ્ઝને જોઈને હેન્ડ વેવ કર્યો હતો. ત્યાર બાદ રાત થઈ ગઈ છે એવું કહેતા પેપ્ઝને ગુડ નાઈટ વિશ કર્યું હતું. તે વારંવાર પોતાનું મોઢું ઢાંકવાનો પ્રયાસ કરી રહી હતી, બસ યુઝર્સને આ વાત જ પસંદ નહીં આવી.
યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે મેકઅપ વિના જોઈ લીધું. બીજા એક યુઝરે લખ્યું હતું કે પોતાની જાતને કેટરિના કૈફ સમજે છે કે? વળી કેટલાક લોકોએ એવું પણ કહ્યું હતું કે વિરાટ કોહલી સાથે નામ જોડાયા બાદ તો આ આના ભાવ વધી ગયા છે.
આ પણ વાંચો: અવનીત કૌરની ગ્લેમરસ તસવીરો વાયરલ, યૂઝરે લખ્યું હવે વિરાટ લાઈક નહીં કરે
વાત કરીએ અવનીતના પ્રોફેશનલ ફ્રન્ટની તો તેણે 8 વર્ષની ઉંમરે રિયાલિટી ડાન્સ શો કર્યો હતો. ત્યાર બાદ તેમે 2012માં મેરી માથી ટેલિવિઝનમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યાર બાદ તેણે અનેક ટીવી શો કર્યો હતા. 2023માં અવનીતે સાવિત્રી એક પ્રેમ કહાનીમાં રાજકુમારીનો રોલ નિભાવ્યો હતો અને એક મુઠ્ઠી આસમાનમાં પણ જોવા મળી હતી.