
ટીવી અને બોલીવુડની જાણીતી અભિનેત્રી અવનીત કૌરે આજે પોતાના 23મા જન્મદિવસની ઉજવણી કરી. પોતાના ફ્રેન્ડ્સ સાથે જન્મદિવસની ઉજવણી કરીને ફરી એક વાર અવીનત કૌર ચર્ચામાં આવી. સોશિયલ મીડિયા પર હંમેશાં એક્ટિવ રહેતી અવનીત કૌરે પોતાના જન્મદિવસની ઉજવણી કરીને ચર્ચામાં આવી છે. બર્થડે સાથે સૌથી મોટી વાત એ હતી કે બેકલેસ ડ્રેસમાં અવનીતે પોતાના રંગ રુપનો પરિચય કરાવ્યો હતો.
આ પણ વાંચો : અવનીત કૌરની બ્લુ બીચ પર મસ્તી…

સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી અભિનેત્રીએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી હતી, જેમાં કેક કટિંગ પૂર્વે જોવા મળી હતી. એક રેસ્ટોરાંમાં પોતાના જન્મદિવસની ઉજવણી કરતી જોવા મળી હતી. ટેબલ પર રાખવામાં આવેલી કેકની સાથે અવનીત ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. એનિમલ પ્રિન્ટની સાઈડ કટ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો, જેમાં એકદમ બોલ્ડ લાગતી હતી.

અવનીત કૌરે કેમેરા સામે એક પછી એક બોલ્ડ પોઝ આપ્યા હતા, જેમાં દિલકશ અદામાં પોતાના ચાહકોને ઘાયલ કર્યાં હતા. ગ્લોસી મેકઅપ અને ખુલ્લા કર્લી વાળમાં જોવા મળેલી અવનીતને જોઈને લોકોના દિલ જીતી લીધા હતા. એક પછી એક તસવીરો શેર કરીને અવનીત કૌરે પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે ચેલેન્જિંગ માય ઈનર સ્પિરિટ ફોર માય બર્થ-ડે. થેન્ક્યુ ફોર ઓલ ધ લવ એન્ડ વિશિશ. અવનીત કૌરની તસવીરો પર અનેક ચાહકોએ કમેન્ટ કરી છે, જેમાં કંગના રનૌતે પણ હેપ્પી બર્થડે સનશાઈન.