હવે કામ માંગવા માટે ભારત ના આવીશ… ઓપરેશન સિંદૂરને વખોડનાર પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન થઈ ટ્રોલ…

ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂરના વખાણ થઈ રહ્યા છે. ભારતીય સેનાના સેલેબ્સ પણ આ ઓપરેશનના ભરપેટ વખાણ કરી રહ્યા છે, તો પાકિસ્તાની કલાકાર આ ઓપરેશન સિંદૂરને વખોડી રહ્યા છે. અનેક સેલેબ્સે આ ઓપરેશનને કાયરતાપૂર્ણ ગણાવતા પોસ્ટ શેર કરી હતી અને એમાંથી એક છે પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન.
માહિરાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મ રઈસમાં કામ કર્યું હતું. હવે બિગ બોસ 18 ફેમ અવિનાશ મિશ્રાએ ઈન્સ્ટાગ્રામ પર માહિરા ખાનને આડે હાથ લીધી છે અને એની સાથે સાથે જ ભારતીય સેલેબ્સને સ્ટેન્ડ ન લેવા માટે ફટકાર પણ લગાવી હતી.
અહીંયા તમારી જાણ માટે કે માહિરા ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં માહિરાએ લખ્યું હતું કે હું ખૂબ જ ખુશમકિસ્મત છું કે જ્યાં મને મારી વાત કહેતાં નથી રોકવામાં આવતી. આ સિવાય તેણે એવું પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન પર વિના સબુત આક્ષેપ લગાવવામાં આવે છે. માહિરા આટલેથી જ ન અટકતાં તેણે ભારત વિશે પણ ઘણી બધી ઉલટી સીધી વાતો લખી હતી. આ પોસ્ટ બાદ નેટિઝન્સે માહિરાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે અવિનાશ મિશ્રાએ પણ માહિરા ખાન પર કટાક્ષ કરતાં પોસ્ટ કરી છે.

અવિનાશે માહિરા ખાનની પોસ્ટને પોતાની સ્ટોરી પર શેર કરતાં લખ્યું હતું કે ઓ માહિરા દીદી આપણને પાકિસ્તાનીઓને દોષ આપવાની જરૂર નથી, પૂરી દુનિયાએ જોઈ લીધું છે. હવે હાલત સુધર્યા બાદ કામ માંગવા ભારત ના આવીશ. પોતાની કન્ટ્રીની સાઈડ લેવા માટે અહીં કેટલાક સેલેબ્સ પોતાના રીચ અને ફોલોવર્સ કાઉન્ટરમાં ગદ્દાર બની રહ્યા છે. પરંતુ ટેન્શનની કોઈ વાત નથી. બાદમાં તેમનો નંબર પણ આવશે.
અવિનાશ આટલેથી ન અટકતાં આગળ પોતાની પોસ્ટમાં ઈન્ડિયન સેલેબ્સને પણ આંટામાં લીધા હતા. તેણે ઈન્ડિયન સેલેબ્સ પર નિશાનો સાધતા જણાવ્યું હતું સીમા પારથી આવેલા સેલેબ્સ જેમને ભારતીય ઓડિયન્સ પાસેથી નામ અને દામ કમાવ્યા, પણ આંતકવાદ વિરોધી કાર્યવાહીને શરમજનક અને કાયરતાપૂર્વક ગણાવી રહ્યા છે. આ પાખંડની પરાકાષ્ઠા છે. હવે આપણા સેલેબ્સ ક્યાં છે?
અત્રે ઉલ્લેખનીય છે કે અવિનાશ પહેલાં રૂપાલી ગાંગૂલીએ પણ પાકિસ્તાની કલાકારોની ટીકા કરી ચૂકી છે અને તેણે પણ ફવાદ ખાનને પણ આડે હાથ લઈ લીધા હતા અને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.