મનોરંજન

તે સમયે યુવાનોએ છાનેમાને જોઈ હતી આ બોલ્ડ ફિલ્મ, આજે 50 વર્ષ પછી…

ફિલ્મ, ટીવી સિરિયલ કે ઓટીટી કન્ટેન્ટ તમામ તમને મારધાડ. લવસ્ટોરી, એકસ્ટ્રા મેરિટલ અફેર્સ, પ્રિ મેરિટલ સેક્સ જેવા કેટલાય વિષયો પર કન્ટેન્ટ ઠાલવે છે, કમનસીબે આવા વિષયો જ વધારે બતાવાય છે અને દર્શકોને હવે આનાથી કંઈક નવું જોઈએ છે, પણ આજથી 50 વર્ષ પહેલા જ્યારે એક ફિલ્મ આવી જેમાં એક એંગ્લો ઈન્ડિયન છોકરી અને હિન્દુ બ્રાહ્મણ છોકરાને પ્રેમ થયો અને લગ્ન પહેલા જ હીરોઈન મા બની ગઈ ત્યારે તો ભૂકંપ આવી ગયો હતો. તે સમયની આ લવસ્ટોરી યુવાનોએ છાનેમાને જોઈ હતી. રવિવારે ટીવી પર બતાવવામાં આવી ત્યારે 15-18 વર્ષના સંતાનોને બહાર મોકલી દેવામાં આવ્યા હતા. આજે આ ફિલ્મની રિલિઝને એક્ઝેટ 50 વર્ષ પૂરા થયા છે. ફિલ્મનું નામ છે જુલી. 18 માર્ચ, 1975માં રિલિઝ થયેલી આ ફિલ્મે ધૂમ મચાવી હતી. પોતાના બોલ્ડ વિષયને લઈને ચર્ચાના ચકડોળે પણ ચડી હતી. ત્યારે ચાલો જાણીએ ફિલ્મ વિશેની ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ.

At that time, the youth watched this bold film with great enthusiasm, today after 50 years...

શું હતી ફિલ્મની સ્ટોરી
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો તે સમયે એક જ જ્ઞાતિની બે પેટા જ્ઞાતિમાં પણ લગ્ન ઓછા થતા હતા. આંતજ્ઞાતિય લગ્નો પણ જવલ્લે જોવા મળતા હતા, આવા સમયમાં ફિલ્મમાં એક એંગ્લો ઈન્ડિયન હીરોઈન જુલીને હિન્દુ છોકરા શશિ ભટાચાર્ય સાથે પ્રેમમાં પડતી બતાવાઈ છે.

ગોવામાં રહેતા આ બે પરિવાર પોતપોતાના ધર્મ બાબતે એકદમ જડવૃત્તિ ધરાવે છે, પણ જુલીને તેની બહેનપણી ઉષાના ભાઈ શશિ સાથે પ્રેમ થઈ જાય છે. આ પ્રેમ લગ્ન પહેલા જ બધી સીમા ઓળંગી જાય છે અને જુલી લગ્ન પહેલા પ્રેગનન્ટ થઈ જાય છે. પ્રેમી શશિ આ વાતથી અજાણ ભણવા ચાલ્યો જાય છે અને જુલીની માતા દીકરીના આ કહેવાતા પાપને છુપાવવા મથે છે. તે એબોર્શન તો નથી કરાવતી પણ બાળકને યતીમ ખાનામાં મૂકી આવે છે. જુલી જ્યારે શશિને પાછી મળે છે ત્યારે આ બધું કહે છે અને શશિ લગ્ન કરી બાળકને પાછું લાવવા તૈયાર થઈ જાય છે, પરંતુ શશિની મા આ વાતને માનવા તૈયાર નથી. ત્યારબાદ શશિના પિતા પ્રોગ્રેસિવ માઈન્ડ ધરાવે છે તે બાજી સંભાળે છે અને મોટાભાગની હિન્દી ફિલ્મોની જેમ હેપ્પી એન્ડિંગ થાય છે. આજના સમયમાં પણ ઈન્ટર રિલિજિયન મેરેજ કે લગ્ન પહેલા દીકરીનું પ્રેગનન્ટ થવું એટલું જ અસ્વીકાર્ય અને ચિંતાજનક છે ત્યારે તે સમયે આવા વિષયો પર ફિલ્મ બનાવવી અને લોકોએ તેને જોવી બન્ને કાબિલ-એ-તારીફ છે અને ક્યાંક ને ક્યાંક આપણી વૈચારિક સ્વતંત્રતાની પણ સાબિતી આપે છે.

આ પણ વાંચો…વાહ બીગ બીઃ એક સમયે દેવામાં ડૂબેલા હતા ને હવે 82 વર્ષની ઉંમરે ઈન્કમ ટેક્સ ભરવામાં સૌથી આગળ

કોણ હતા કલાકાર અને સંગીતકાર
હિન્દી ફિલ્મોમાં રિમેકની પરંપરા ત્યારે પણ હતી. આ ફિલ્મ મલ્યાલમ ફિલ્મ ચટ્ટક્કારી પરથી બનાવવામાં આવી હતી. કે. એસ સેતુમાધવન જે ફિલ્મના નિર્દેશક હતા તેમણે હિન્દીમાં પણ બનાવવાનું નક્કી કર્યું. તે ફિલ્મમાં પણ સાઉથ એક્ટ્રેસ લક્ષ્મી લીડ રોલમાં હતી અને હિન્દી ફિલ્મમાં પણ લક્ષ્મીએ જુલીનો રોલ નિભાવ્યો હતો. જુલીને હૉટ અને સ્ટાઈલિસ્ટ બતાવવામાં આવી હતી. હીરો શશિ તરીકે વિક્રમ મકંદર હતો. બહેનપણી ઉષાના રોલમાં જયા ભાદુરી, જુલીના માતા-પિતાના રોલમાં ઓમ પ્રકાશ અને નાદીરા જ્યારે શશિના માતા-પિતાના રોલમાં ઉત્પલ દત્ત, અચલા સચદેવ છે. આ સાથે જે ખાસ કલાકાર છે તે છે શ્રીદેવી. જી હા શ્રીદેવીની આ પહેલી હિન્દી ફિલ્મ હતી અને તેણે જુલીની નાની બહેન આઈરીનનો રોલ કર્યો હતો.

ફિલ્મનું મહત્વનું પાસું હતું તેનું સંગીત. એકથી એક ચડિયાતા ગીતોના રચનાકાર હતા આનંદ બક્ષી અને તેને સંગીતે મઢ્યું હતું રાજેશ રોશને. દિલ ક્યા કરે જબ કિસીકો, ભૂલ ગયા સબકુછ, સાંચા નામ તેરા, તું શામ મેરા, યે રાતે નયી પુરાની.. આજે પણ એટલા જ પોપ્યુલર સૉંગ્સ છે અને આ સાથે આ ફિલ્મમાં હતું એક અંગ્રેજી ગીત માય હાર્ટ ઈઝ બિટિંગ જે ગાયું હતું પ્રીતિ સાગરે.

આ ફિલ્મને 50 વર્ષ પૂરા થયા છે. ફિલ્મે તે સમયે થિયેટરોમાં ધૂમ મચાવી હતી. અત્યારે પણ આ ફિલ્મ એટલી જ રિલેવન્ટ છે. જોકે આ ફિલ્મના લીડ આર્ટિસ્ટ પછી દેખાયા જ નહીં. વિક્રમનો તો કોઈ પત્તો નથી, લક્ષ્મીએ હિન્દી ફિલ્મો કરતા સાઉથની ફિલ્મો કરવાનું જ પસંદ કર્યું. લક્ષ્મીએ એક મીડિયા હાઉસ સાથે થોડા સમય પહેલા ફિલ્મની યાદો તાજી કરી હતી.
આ ફિલ્મે કેટલીય લવસ્ટોરીને જન્મ આપ્યો અને હિન્દી સિનેમામાં આવી લવસ્ટોરીઝ ચાલશે તે સમજી કેટલીય પ્રેમકહાનીઓ આવી. મોટાભાગની લવસ્ટોરી બૉબી અને જુલીને આભારી છે તેમ કહેવું ખોટું નહીં કહેવાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button