એક સમયે બોલીવૂડ એક્ટર અસરાનીએ ટીચર બનીને ચલાવ્યું ગુજરાન…

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા અને કોમેડિયન ગોર્વધન અસરાનીનું 84 વર્ષની વયે નિધન થયું. અસરાનીજીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક આઈકોનિક રોલ પ્લે કર્યા છે, જે આજે પણ દર્શકોના દિલો દિમાગ પર રાજ કર્યું છે. જોકે, આજે પણ કેટલાક લોકોને એ વાતનો ખ્યાલ નથી કે તેમના માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યાએ બનાવવા ખૂબ જ પાપડ વણવા પડ્યા હતા. ચાલો આજે તમને આજે આ સ્ટોરી વિશે જણાવીએ-
વાત કરીએ અસરાનીજીના ફિલ્મી કરિયરના શરૂઆતની તો તમારી જાણ માટે ફિલ્મોમાં કામ કરવાના જૂનુને જ અસરાનીજીને ગુરુદાસપુરથી મુંબઈ ભાગવા માટે મજબૂર કર્યા. જોકે, મુંબઈમાં કામ મળવું એટલું સહેલું નથી. પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટથી ડિપ્લોમા કર્યા બાદ મુંબઈમાં નાના-મોટા કામ મળવાનું શરૂ કર્યું પરંતુ એનાથી ઘર તો ચાલવાનું નથી. આ જ કારણે તેમનો પરિવાર ગુરુદાસપુર પાછો લઈ ગયો. પિતાને ના પાડીને અસરાનીજી પાછા એક વખત મુંબઈ પહોંચ્યા પરંતુ સંઘર્ષ તો જેમનો તેમ રહ્યો.
આખરે આર્થિક તંગી અને કામની અછતને કારણે કંટાળીને અસરાનીજી એ પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવવાનું શરૂ કરી દીધું. બસ અહીંથી જ તેમની ઓળખ ઈન્ડસ્ટ્રીના મોટા મોટા નિર્દેશક અને કલાકારો સાથે થઈ.
ઘર ચલાવવા પ્રોફેસર બની ગયા
ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવવાની સાથે સાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ શોધવાનું ચાલુ જ રાખ્યું. 1969માં તેમને ફિલ્મ સત્યકામ નામની ફિલ્મમાં કામ ળ્યું. 1971માં આવેલી ફિલ્મ ગુડ્ડીમાં તેમણે કરેલાં કોમેડી રોલને કારણે પ્રસિદ્ધિ મળી. આ ફિલ્મ બાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું અને તેમને સતત કામ મળવા લાગ્યું. આમ અસરાનીજીએ પોતાની ફિલ્મ કારકિર્દીમાં અનેક એવા રોલ કર્યા કે જે આજે પણ દર્શકોના દિલો દિમાગ પર છવાયેલા છે.
400થી વધુ ફિલ્મોમાં કર્યું કામ
અસરાનીજીના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મોટો આંચકો લાગ્યો છે અને હજી તો લોકો પંકજ ધીરના નિધનના આઘાતમાંથી બહાર નથી આવ્યા ત્યાં આ બીજો ફટકો પડ્યો છે. અસરાનીજીને પોતાના ફિલ્મી કરિયરમાં 400થી ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે પણ લોકો તેમને કલ્ટ ફિલ્મ શોલેના જેલરના રોલ માટે યાદ કરે છે અને તેમનો આઈકોનિક ડાયલોગ હમ અંગ્રેઝો કે જમાને કે જેલર હૈ, આધે ઈધર જાવ, આધે ઉધર જાવ, બાકી મેરે પીછે હાવ લોકોના હોઠે રમે છે.
આ કારણે ઉતાવળમાં થયા અંતિમ સંસ્કાર
દિવાળીના દિવસે બપોરે અસરાનીજીએ અંતિમ શ્વાસ લીધા અને એ જ દિવસે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. જોકે, આ મામલે પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે આવું કેમ? આ બાબતે તેમની નજીકની વ્યક્તિએ ખુલાસો કર્યો હતો કે અસરાનીજીની પત્નીએ મને જણાવ્યું હતું કે એમને કોઈને કંઈ જણાવવું નહોતું અને અસરાનીજીએ પત્નીએ જણાવ્યું હતું કે બધું શાંતિથી ખતમ કરવું છે અને કોઈને કંઈ જ કહેવું નથી.
આ પણ વાંચો…હમ અંગ્રેજ કે જમાને કે…, કોનાથી પ્રેરાઈને અભિનય કર્યો, જાણો અસરાનીના જીવનની અજાણી વાતો?