મનોરંજન

અકસ્માત બાદ વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે આ ફેમસ એક્ટ્રેસ

થિરુવનંતપુરમઃ છેલ્લા કેટલાક દિવસ પહેલા જ એક સાઉથની જાણીતી એક્ટ્રેસ રોડ એક્સિડન્ટનો શિકાર થઈ ગઈ હતી, જે બાદ તે વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. હવે હાલમાં જ એક્ટ્રેસની બહેને એક પોસ્ટ શેર કરીને ફેન્સને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.

એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીથી અવાર-નવાર આવા સમાચાર આવતા જ હોય છે, જેને સાંભળીને ફેન્સ દુખી થઈ જાય છે. હવે હાલમાં આવેલા આવા જ એક સમાચારે ફેન્સને પરેશાન કરી મુક્યા છે. અમે જે એક્ટ્રેસની વાત કરી રહ્યા છે તે સાઉથની ફેમસ એક્ટ્રેસ અરુંધતિ નાયર છે, જે જીવન અને મૃત્યુ વચ્ચે જંગ લડી રહી છે.


14 માર્ચના રોજ અભિનેત્રી કેરળના કોવલમમાં બાઈક એક્સિડન્ટનો શિકાર બની ગઈ હતી. અક્સિડન્ટ બાદ અભિનેત્રીને તિરુવનંતપુરમની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ સમાચારની પુષ્ટી હાલમાં જ અરુંધતિ નાયરની બહેન અરાથી નાયરે કરી છે સાથે જ એ પણ કહ્યું છે કે એક્ટ્રેસ ગંભીર રૂપથી ઘાયલ છે અને પોતાના જીવન માટે લડી રહી છે.

અરાથી નાયરે ઈંસ્ટા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે અમને તમિલનાડુના અખબારો અને ટેલિવિઝન ચેનલોના સમાચારોનું સ્પષ્ટીકરણ આપવાની જરૂરત જણાય છે. આ સમાચાર સાચા છે કે મારી બહેન અરુંધતિ નાયરનું ત્રણ દિવસ પહેલા અકસ્માત થયું છે. બાદમાં તેણે કહ્યું કે અરુંધતિ તિરુવનંતપુરમના અનંતપુરી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર જીવન માટે સંઘર્ષ કરી રહી છે. સાથે તેણે ફેન્સને પ્રાથના કરવાની અપેક્ષા દર્શાવી છે.

તમને જણાવી દઈએ કે અરુંધતિએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2014માં તમિળ ફિલ્મ પોંગી એઝુ મનોહરાથી કરી હતી. તે વિજય એંટનીની સૈથનથી જાણીતી બની હતી, ત્યાં જ 2018માં તેણે ઓટ્ટાકોરુ કામુકનથી મલયાલમ સિનેમામાં પગ માંડ્યા હતા. તેણે ઓટ્ટાકોરૂ કામુકનમાં શાઈન ટોમ ચાકોની સાથે પણ અભિનય કર્યો છે. તેની છેલ્લી ફિલ્મ પોર્કસુકલ પાછલા વર્ષે જ રિલીઝ થઈ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button