રણબીર કપૂરને રામનો રોલ મળ્યો તો…. અરૂણ ગોવિલે આપી આવી પ્રતિક્રિયા
અભિનેતા અરૂણ ગોવિલ આઇકોનિક ટીવી શો રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવવા માટે જાણીતા છે. અરુણ ગોવિલે ‘રામાયણ’ દ્વારા એટલી બધી નામના અને લોકપ્રિયતા મેળવી છે કે આજ સુધી કોઈ તેમની સાથે સ્પર્ધા કરી શક્યું નથી. ઘણા લોકોએ રામાયણ પર ફિલ્મો અને ટીવી શો બનાવ્યા છે, પરંતુ આજે પણ લોકો રામના પાત્ર માટે પહેલા અરુણ ગોવિલનું નામ અને ચહેરો યાદ કરે છે. હવે તેમણે નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણમાં રણબીર કપૂરના રામના પાત્ર નિભાવવા પર પોતાનો પ્રતિક્રિયા આપી છે.
તમને યાદ હશે કે વિંદુ દારા સિંહે રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ને ઓમ રાઉતની ‘મોટી ભૂલ’ ગણાવી હતી. હાલમાં નિતેશ તિવારીના પ્રોજેક્ટ રામાયણની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર નું નામ ચર્ચાઇ રહ્યું છે. હવે ટેલિવિઝનના રામ અરુણ ગોવિલે પણ નિતેશ તિવારીની ‘રામાયણ’ અને તેના પાત્ર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. સમાચાર મુજબ, રણબીર કપૂર આ ફિલ્મમાં ભગવાન રામની ભૂમિકા ભજવશે. રણબીર કપૂર આ પાત્રને કે સારી રીતે નિભાવી શકશે તે કેમ તે અંગે તેમણે પોતાના મંતવ્યો આપ્યા છે.
મીડિયા સાથે વાત કરતા અરુણ ગોવિલે કહ્યું હતું કે રણબીર કપૂર રામના રોલમાં હીટ રહેશે કે નહીં એ તો ખબર નથી, પરંતુ રણવીર ખૂબ જ સારો એક્ટર છે. આ ફિલ્મ હિટ જશે કે નહીં એ તો સમય જ કહેશે, હમણાંથી આ વિષે કંઇ કહી શકાય નહીં, પરંતુ જ્યાં સુધી રણબીરની વાત છે, તો તે એક સારો અને મહેનતુ કલાકાર છે. તેણે અનેક એવોર્ડ જીત્યા છે. તેના વિશે હું જે જાણું છું તેના પરથી કહી શકું છું કે તે ખૂબ જ સંસ્કારી બાળક છે અને એક પ્રમાણિક અભિનેતા છે. તેની પાસે મૂલ્યો છે અને સંસ્કૃતિ છે. મને લાગે છે કે તે રામનું પાત્ર સારી રીતે ભજવી શકશે.
નોંધનીય છે કે અરુણ ગોવિલે રામાનંદ સાગરની રામાયણમાં ભગવાન રામનું પાત્ર ભજવ્યું હતું અને આજે પણ લોકો તમને એ જ રૂપમાં જુએ છે. અરુણ ગોવિલ ઓનસ્ક્રીન સીતા દીપિકા ચિખલીયા અને ઓનસ્ક્રીન લક્ષ્મણ સુનિલ લહેરી સાથે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ત્યાં પણ તેમના દર્શન માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો તેમના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા
નિતેશ તિવારીના રામાયણની વાત કરીએ તો તેની સ્ટારકાસ્ટને લઈને એક નવું અપડેટ આવ્યું છે. રણવીરની સાથે સાંઇ પલ્લવી, સની દેઓલ અને વિજય સેતુપતિના નામ સામે આવ્યા છે. અગાઉ વિભીષણના રોલમાં વિજય સેતુપતિનું નામ સામે આવ્યું હતું, પરંતુ હવે એમ જણાવવામાં આવી રહ્યું છે કે આ રોલ હરમન બાવેજા કરશે. સની દેઓલ હનુમાનના પાત્રમાં જોવા મળશે ત્યારે લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે. રકુલ પ્રીત સિંહ સૂપર્ણખાના રોલમાં જોવા મળશે. જો કે, આ તમામ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.