રામ, લક્ષ્મણ અને સીતા શું કહી રહ્યા છે ભારત-પાક યુદ્ધ વિશે…

ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને જવાબી કાર્યવાહી નિષ્ફળ પ્રયાસો કરી ચૂક્યા છે અને ત્યાર બાદ આખા દેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પમ ચારે બાજુ એની જ ચર્ચા થઈ રહી છે. અનેક સેલેબ્સ બાદ હવે સિરીયલ રામાયણના રામ, લક્ષ્મણ અને સીતાએ પમ આ મામલે પોતાનું રિએક્શન આપ્યું છે. આવો જોઈએ શું કહ્યું છે કે આ મામલે રામ, લક્ષ્મણ અને સીતાએ-
ટીવી પર રામનો રોલ કરીને પ્રખ્યાત થયેલાં અરુણ ગોવિલે આ વિશે જણાવ્યું હતું કે જલ્દી જ આંતકનો અંત આવશે. 9નો અંક પુર્ણાંક હોય છે. પાકિસ્તાનના 9 મોટા શહેરો પર ભારતીય સેનાએ જોરદાર હુમલો કર્યો હતો.
જય ભારત, જય શ્રી રામ. ટીવી સિરીયલ રામાયણમાં લક્ષ્મણનો રોલ કરનારા એક્ટર સુનિલ લહેરીએ પણ એક પોસ્ટ શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ભારતીય હોવા પર મને ગર્વ છે. થોડાક દિવસ પહેલાં આંતકવાદીઓએ આપણી દેશની બહેનો, દીકરી અને માતાઓના સિંદુર ઊજાડ્યો હતો. જેના જવાબમાં આપણા પીએમ નરેન્દ્ર મોદીજીએ ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું. આ માટે તેમણે આપણી નારી શક્તિને પસંદ કરી અને તેમણે એને ખૂબ જ સારી રીતે એને પૂર્ણ પણ કરી. હું આપણા દેશની નારી શક્તિને કોટી કોટી નમન કરું છું. જય હિંદ, ભારત માતા કી જય વંદે માતરમ…
સીતાનો રોલ કરનાર એક્ટ્રેસ દીપિકા ચિખલિયાએ પણ દેશના જવાનો માટે સુંદર પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં એક્ટ્રેસે જવાનોને સલામ કરતાં તેમના માટે પ્રાર્થના કરી હતી. તેમની પોસ્ટ પર ફેન્સ ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુશ્કેલ સમયમાં દરેક સ્ટાર્સ અને નાગરિક જવાનો માટે પ્રાર્થના કરી રહ્યા છે.
આપણ વાંચો : હવે ઘરે-ઘરે ‘રામાયણ’ પહોંચાડશે: જાણો કોણ કરશે આ શુભકાર્ય?