‘આર્ટીકલ 370’એ તોડ્યો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ, પહેલા દિવસે કરી આટલા કરોડની કમાણી
મુંબઈ: યામી ગૌતમ (Yami Gautam)ની આજે રીલીઝ થયેલી ફિલ્મ ‘આર્ટીકલ 370’એ પહેલા જ દિવસે બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મમાં નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા ભારતના જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટીકલ 370 (Article 370) રદ કર્યાના વિષય પર આધારિત છે.
આ પહેલા કાશ્મીર પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) નામની પણ એક ફિલ્મ બની હતી જે ખૂબ જ ચર્ચામાં રહી હતી. જોકે યામીની ‘આર્ટીકલ 370’ની આ ફિલ્મનું પહેલા દિવસના બૉક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.
‘આર્ટીકલ 370’એ પહેલા દિવસે જ પાંચ કરોડની કમાણી કરી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો રેકોર્ડ તોડી દીધો છે. એક અહેવાલ મુજબ ‘ધ કાશ્મીર ફાઇલ્સે’ પહેલા દિવસે 3.55 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘આર્ટીકલ 370’નો પૂર્ણ બજેટ 20 કરોડ રૂપિયાની આસપાસ હતો. જેથી યામીની આ ફિલ્મ તેના બજેટ કરતાં વધુની કમાણી કરે એવી આશા છે.
તમને જણાવવાનું કે આ ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં છે. તે આ ફિલ્મમાં એક ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમીકામાં જોવા મળી રહી છે. આ ફિલ્મની વાર્તા જમ્મુ અને કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ કઈ રીતે આતંકવાદીઓ રાજ્યમાં હિંસા ભડકવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ફિલ્મમાં યામી સાથે પ્રિયમણી, કિરણ કરમરકર અને અરુણ ગોવિલ જેવા કલાકારોએ પણ છે.
Yami Gautam film ‘Article 370’ breaks box office collection of ‘The Kashmir Files’