મનોરંજન

મહાભારતનો અર્જુન ફરીવાર પિતા બન્યો….

મુંબઈ: શાહીર શેખ આમતો જોકે આ અભિનેતાને સહુ કોઈ અર્જુનના નામથી વધારે ઓળખે છે કારણકે જ્યારથી મહાભારતમાં શાહીરે અર્જુનનું પાત્ર ભજવ્યું ત્યારથી તે ઘરે ઘરે અર્જુનના નામથી જ જાણીતો થયો છે. એ સિવાય પણ તેણે ઘણી સિરિયલોમાં પોતાની એક્ટિંગનો જાદુ બતાવ્યો છે. ત્યારે હાલમાં શાહિર એટલા માટે ચર્ચામાં છે કારણકે તે એકવાર ફરી પિતા બન્યો છે. શાહિરની પત્ની રૂચિકાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો છે. રુચિકાએ એક ફોટો શેર કરીને તેની દીકરીનું નામ પણ ચાહકોને જણાવ્યું હતું.

ઋચિકા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો આ ફોટોમાં તેની પહેલી દીકરી અનાયા તેની નાની બહેનને લાડ કરતી જોવા મળી રહી છે.આ ફોટોની સાથે કેપ્શનમાં તેને લખ્યું હતું કે મોટી બહેન હોવા વિશેની બીજી શ્રેષ્ઠ બાબત એ છે તેની સાથે કોઈજ સરખામણી કે તુલના થતી નથી. આ ઉપરાંત રૂચિકા એ બન્ને બહેનો નામ પણ સાથે લખ્યા હતા.
અનાયા અને કુદરત.

આ પોસ્ટ બાદ ઘણા ચાહકો કમેન્ટ કરીને અભિનંદન આપી રહ્યા છે. જો કે રુચિકાએ ફોટોમાં પોતાની બીજી દીકરીનો ચહેરો બતાવ્યો નથી પરંતુ તે નાની પરીને જોઈને લાગે છે કે તે દુનિયામાં આવી તેને કેટલાક મહિના થઈ ગયા છે.
નોંધનીય છે કે આ કપલ ત્રણ વર્ષ બાદ ફરી પેરેન્ટ્સ બન્યા છે. ત્યારે રુચિકાએ ક્યારે દીકરીને જન્મ આપ્યો તેની કોઈ માહિતી શેર કરી નથી. શાહીરે તેની પત્નીની બીજી પ્રેગ્નન્સી વિશે પણ કોઈને જાણ થવા દીધી ન હતી. પરંતુ હવે ત્રણ વર્ષ બાદ આ કપલ ફરી પેરેન્ટ્સ બની ગયું છે. આ ખુશખબર સાંભળીને તેના ચાહકો ખૂબ જ ખુશ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો ટીવી પછી શાહિર શેખ ટૂંક સમયમાં કૃતિ સેનન સ્ટાર ફિલ્મ દો પત્તીમાં જોવા મળશે. તાજેતરમાં જ અભિનેતાએ શૂટિંગ દરમિયાન લેવાયેલ એક BTS ફોટો પણ શેર કર્યો હતો. આ ફિલ્મ આવતા વર્ષે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button