બ્રેકઅપ બાદ સામસામે આવ્યા Malaika Arora-Arjun Kapoor, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડના લવબર્ડ્સ ગણાતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) છેલ્લાં કેટલાક સમયથી છૂટા પડી ગયા છે. તેમની વચ્ચે પડેલાં આ ભંગાણને કારણે તેમના ફેન્સ ખૂબ જ દુઃખી થયા છે. એક સમય હતો કે જ્યારે એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હતા. હવે ફિલ્મ હોમબાઉન્ડની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આ એક્સ લવર્સ એકબીજાની સામે આવ્યા હતા અને એ સમયે તેમની વચ્ચે કંઈક એવું થયું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ શું ખાસ આ વાઈરલ વીડિયોમાં-
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂીમ વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં અર્જુન કપૂર મહેમાનો સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે અને નેહા ધૂપિયા સહિતના સાથી કલાકારોને એકદમ ઉત્સાહથી મળી રહ્યો છે. આ સમયે મલાઈકા અરોરા તેમની પાછળ જ હતી, પરંતુ અર્જુને ના તો તેની સાથે વાત કરી કે ન તો તેના સાથે નજરો મિલાવી હતી. થોડાક સમય બાદ મલાઈકા અરોરા ત્યાંથી જતી રહે છે. આ કારણે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધોમાં તણાવ હોવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો પર લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બધો પ્રેમ એક તરફ અને આ અજીબ મોમેન્ટ એક તરફ… જીના ઈસી કા નામ હૈ… બીજા એક યુઝરે જણાવ્યું હતું કે એક્સ કપલ, એકબીજાને ઈગ્નોર કરતાં. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે આ સૌથી અઘરી સ્થિતિ હોય છે કે એકબીજાને જોઈને પણ ઈગ્નોર કરવું. ચોથા એક યુઝરે લખ્યું કે મને મલાઈકા માટે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે.
જોકે, આ બધા વચ્ચે એક બીજો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ખૂબ જ પ્રેમથી ગળે મળતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તેમની વચ્ચે એક મેચ્યોર અને સુંદર સંબંધ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મલાઈકા અને અર્જુને 2024માં બ્રેકઅપ થઈ ગયું હતું. મલાઈકા અરોરાએ પહેલાં અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નથી તેને એક દીકરો પણ છે અહરાન ખાન. જોકે, બાદમાં અરબાઝ અને મલાઈકાએ ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ બાદ મલાઈકાનું નામ અર્જુન કપૂર સાથે જોડાયું હતું અને તેમના અફેયરની ચર્ચામાં બોલીવૂડમાં જોરશોરથી થઈ હતી.
વાત કરીએ હોમબાઉન્ડ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલા સ્ટાર્સની તો આ ઈવેન્ટમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સિવાય ઈશાન ખટ્ટર, રોહિત સરાફ, કરણ ટેકર, સમય રૈના, વિક્કી કૌશલ અને રીતિક રોશન પહોંચ્યા હતા.
આપણ વાંચો: વિકી કૌશલ અને કેટરિના કૈફે શેર કર્યા Good News, કપલે પોસ્ટ કરીને કહ્યું કે અમે લોકો…