
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ લવબર્ડ હતા, પરંતુ કપલ છેલ્લાં કેટલાક સમયથી બ્રેકઅપને કારણે ચર્ચામાં આવી રહ્યું છે.
અર્જુન કપૂર અને મલાઈકા અરોરા જ્યારથી છૂટા પડ્યા છે ત્યારથી સોશિયલ મીડિયા પર તેમના એકાઉન્ટ પરથી થતી પોસ્ટ વધારે મોનિટર થાય છે અને ફેન્સનું ધ્યાન પણ તેમની પોસ્ટ પર જાય છે.
આપણ વાંચો: બ્રેકઅપના દુઃખમાંથી બહાર નથી આવી શક્યો અર્જુન કપૂર, પોસ્ટ કરીને કહ્યું હું કોઈને…
સોશિયલ મીડિયા પર અર્જુન કપૂરની આવી જ એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે, અને આ પોસ્ટ જોયા બાદ ફેન્સને એવું લાગી રહ્યું છે કે અર્જુન હજી પણ મૂવ ઓન નથી કરી શક્યો અને એટલે તે છેલ્લાં બે દિવસથી ક્રિપ્ટિક, રહસ્યમયી પોસ્ટ કરી રહ્યો છે. આવો જોઈએ શું છે અર્જુનની પોસ્ટમાં-
અર્જુન કપૂરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક નોટ શેર કરી છે. જેમાં અભિનેતાએ લખ્યું છે કે ભૂતકાળને પકડી રાખવાથી તમારા આશિર્વાદ, શુભેચ્છા વચ્ચે અવરોધ આવે છે. ભૂતકાળને છોડીને આગળ વધવું સારું છે. આ સિવાય અર્જુન કપૂરે બીજી પોસ્ટમાં લખ્યું હતું કે તમારી અપેક્ષા ઓછી કરીને તમારા ધોરણોનું સ્તર ઉંચુ કરો.
આપણ વાંચો: Mere Husband Ki Biwi ફિલ્મનું પોસ્ટર રિલીઝઃ અર્જુન કપૂર બે અભિનેત્રી સાથે જોવા મળશે
અર્જુન કપૂરની આ બંને પોસ્ટ તેના પર્સનલ લાઈફના અનુભવોના આધારે કરી હોય એવી અટકળો ફેન્સ લગાવી રહ્યા છે. આ સાથે ફેન્સ એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે અર્જુન કપૂર હજુ મલાઈકા સાથેના બ્રેકઅપથી મૂવ ઓન નથી કરી શક્યો. એટલું જ નહીં પણ તે જીવનમાં આગળ વધવા માટે પોતાની જાતને આ બધી પોસ્ટથી તૈયાર કરી રહ્યો છે.
હવે આ પોસ્ટના માધ્યમથી અર્જુન કપૂર કોના પર નિશાનો સાધવા માંગે છે એ તો રામ જાણે પણ અર્જુન કપૂર બ્રેકઅપના દર્દમાંથી બહાર આવી શક્યો છે કે નહીં એ વાતનો જવાબ તો તેની આગામી પોસ્ટ જ આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર સાંભળીને ફેન્સનું દિલ તૂટી ગયું હતું, કારણ કે લોકો તો તેમના લગ્નના સમાચારની રાહ જોઈ રહ્યા હતા. બધાને એવું હતું કે ટૂંક સમયમાં જ બંને જણ લગ્ન કરી લેશે, પણ એવું હકીકતમાં થયું નહીં અને મલાઈકા અને અર્જુન મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અલગ થઈ ગયા.