Arjun Kapoorના આ ફોટો જોઈને ફેન્સને થયું ટેન્શન, જાણો શું છે કારણ…
બોલીવૂડ એક્ટર અર્જુન કપૂર (Bollywood Actor Arjun Kapoor) પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતો હોય છે. એમાં પણ ખાસ કરીને બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથેના સંબંધો (Arjun Kapoor And Malaika Arora In Relationship)ને કારણે તો જરા વધારે જ ચર્ચામાં રહે છે અર્જુન કપૂર. પરંતુ હાલમાં અર્જુન કપૂર પોતાની હેલ્થને લઈને ચર્ચામાં આવ્યો છે અને ફેન્સ ટેન્શનમાં આવી ગયા છે.
જોકે, હાલમાં અર્જુન કપૂરે સોશિયલ મીડિયા પર પોતાના ફોટો શેર કર્યા છે અને આ ફોટો જોઈને તેના ફેન્સ એકદમ ચિંતામાં મૂકાઈ ગયા છે. આવો જોઈએ એવું તે શું છે આ ફોટોમાં અને અર્જુન કપૂરના હેલ્થમાં શું લોચા પડ્યા છે એ-વાત જાણે એમ છે કે અર્જુન કપૂરે ઓસ્ટ્રિયાના એક મેડિકલ હેલ્થ રિઝોર્ટમાંથી આ ફોટો શેર કર્યા છે. અર્જુને થોડા દિવસ આ રિઝોર્ટમાં વિતાવ્યા હતા અને એના જ ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટોમાં અર્જુન કપૂર (Arjun Kapoor) આરામ કરતો જોવા મળી રહ્યો છે તો વળી એક ફોટોમાં તે આઈવી ડ્રિપ (IV Drip) લગાવેલો જોવા મળી રહ્યો છે. આઈવી ડ્રિપ હોવા છતાં પણ એક્ટરના ચહેરા પર એકદમ ખડખડાટ હાસ્ય જોવા મળી રહ્યું છે.
Read This…Good News: નથી થયું Malaika Arora And Arjun Kapoorનું Breakup, આ ખાસ વ્યક્તિએ કરી સ્પષ્ટતા…
આ ફોટો શેર કરવાની સાથે સાથે જ અર્જુન કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે આ થોડાક સમય પહેલાંના જૂના ફોટો છે. પરંતુ એક્ટરના ફેન્સ પોતાના ફેવરેક સ્ટારની આ હાલત જોઈને જરા વિમાસણમાં મૂકાઈ ગયા છે અને તેના હાલચાલ પૂછી રહ્યા છે. આ ફોટો અને ન્યુઝ એવા સમયે બહાર આવ્યા છે જ્યારે મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપ (Arjun Kapoor And Malaika Arora Breakup)ની ચર્ચા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.