વ્હાઈટ શર્ટ અને બ્લેક મિનિ સ્કર્ટમાં અર્જુન કપૂરની ગર્લફ્રેન્ડે આગ લગાવી

મુંબઈઃ બોલીવૂડમાં લગ્ન કર્યા વિના હંમેશાં ચર્ચામાં રહેનારું એક કપલ ચર્ચામાં રહે છે. બોયફ્રેન્ડ અર્જુન કપૂર તાજેતરમાં તેની ફિલ્મને લઈ ચર્ચામાં છે, ત્યારે ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા તેની ગ્લેમર સ્ટાઈલને લઈ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.

તાજેતરમાં વ્હાઈટ શર્ટ અને બ્લેક મિનિ સ્કર્ટમાં મલાઈકાએ અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવીને ઈન્ટરનેટ પર આગ લગાવી છે, જ્યારે તેના ચાહકોને ખુશ કરી દીધા છે.

ફેશનિસ્ટા મલાઈકાએ ફોટોગ્રાફ પોસ્ટ કરીને કેપ્શનમાં ફક્ત વ્હાઈટ અને બ્લેક હાર્ટ શેપ પોસ્ટ કર્યા છે, જ્યારે તેના ફોટોગ્રાફને લાખો લોકોએ લાઈક કરી છે. આ ઉપરાંત, સેંકડો લોકોએ તેના કમેન્ટ કરીને તેના બોલ્ડ અંદાજને ગમાડ્યો છે, જ્યારે અમુક લોકોએ તેના પર દિલ ખોલીને કમેન્ટ કરી હતી.

મલાઈકા અરોરા હંમેશાં અર્જુન કપૂરને લઈ ચર્ચામાં રહે છે, જેમાં તેના બોલ્ડ અને ગ્લેમર અવતારને લઈ સોશિયલ મીડિયા પર સૌથી વધુ લોકપ્રિય બની છે. ઈન્સ્ટાગ્રામ પર પણ મલાઈકાના 18 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

સોશિયલ મીડિયા પર સક્રિય રહેનારી મલાઈકા બોલ્ડ ફોટોગ્રાફને દર બીજી દિવસે સોશિયલ મીડિયા પર તેની નોંધ લેવામાં આવે છે, જ્યારે તેનો અંદાજ પણ લોકોને ગમે છે.

