મનોરંજન

Malaika Arora સાથેના બ્રેકઅપ બાદ Arjun Kapoorએ કહ્યું, નરક જેવું હતું…

લાંબા સમયથી બોલીવૂડના લવ બર્ડ અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora)ના બ્રેકઅપના સમાચારથી અફવાઓનું બજાર ગરમ હતું, પરંતુ આખરે અર્જુને ઓફિશિયલી એનાઉન્સ કરી દીધું છે કે તેનું અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે અને બંને જણ ઓફિશિયલી હવે સાથે નથી. ફિલ્મ સિંઘમ અગેઈનના ઈવેન્ટ પર જ અર્જુને રિલેશનશિપ સ્ટેટ અંગે ખુલાસો કર્યો હતો અને આ ખુલાસાથી ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા છે. પરંતુ હવે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી રહી છે. બ્રેકઅપ બાદ અર્જુનનું એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યું છે આવો જોઈએ શું છે આ સ્ટેટમેન્ટ-

આ પણ વાંચો : Malaika Arjun Kapoorથી થઈ અલગ? સોશિયલ મીડિયા પર છલકાયું દરદ

પોતાનાથી 12 વર્ષ મોટી મલાઈકા અરોરાને ડેટ કરવા પર અર્જુન કપૂરને પારાવાર ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો અને 2019માં જ્યારે અર્જુન અને મલાઈકા રિલેશનમાં આવ્યા ત્યારથી જ ટ્રોલિંગનો સિલસિલો પણ શરૂ થયો. અનેક વખત અર્જુને મલાઈકા સાથેના પોતાના સંબંધોને કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે એ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રોલિંગની અસર તેના પર પણ જોવા મળી હતી.

એક ઈન્ટરવ્યુમાં અર્જુને જણાવ્યું હતું કે અમારા બંને માટે થોડાક સમય સુધી તો આ બધુ એક નરક જેવું હતું. અમને ઘણું બધું સહન તકરવાનો વારો આવ્યો, કારણ કે અમે અમારી રિલેશનશિપ પબ્લિક કરી દીધી હતી. પરંતુ એક વાત તો માનવી પડી કે મલાઈકાએ અમારા સંબંધ અને મને ખૂબ જ સમ્માન આપ્યું. મલાઈકા સાથે ઊભા રહેવું મને ક્યારેય અસહજ નહીં લાગ્યું. એ વાત મને હંમેશા સહજ અને નેચરલ લાગ્યું છે.

આ પહેલાં કોફી વિથ કરણની આઠમી સિઝનમાં પણ અર્જુન કપૂરે ટ્રોલિંગ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તમને એ વાત તો માનવી જ પડશે કે આ બધાની અસર તમારા સંબંધો પર ચોક્કસ પડે છે.

આ પણ વાંચો : Malaika Aroraને કોણે કહ્યું આઈ લવ યુ? શું હશે Arjun Kapoorનું રિએક્શન…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર ટૂંક સમયમાં જ કોપ યુનિવર્સની ફિલ્મ સિંઘમ અગેનમાં વિલનના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગણ અને કરિના કપૂર સહિત અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મ પહેલી નવેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button