અર્જુન કપૂર પર તૂટયો દુઃખોનો પહાડ, પોસ્ટ કરીને આપી માહિતી…
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે અને તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનું આ દુઃખ ફેન્સ સાથે શેર કર્યું છે.
મળી રહેલી માહિતી પ્રમાણે અર્જુનના પેટ ડોગનું મૃત્યુ થયું છે અને એક્ટર તેના મૃત્યુથી એકદમ ભાંગી પડ્યો છે. અર્જુનના આ ડોગનું નામ મેક્સિમસ હતું. અર્જુને મેક્સિમસના નિધન બાદ તેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં તે એના પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે.
અર્જુન કપૂરે ફોટો અને વીડિયોની કેપ્શનમાં એવું લખ્યું છે કે દુનિયાનો બેસ્ટ બોય એ જ હતો. મારો મેક્સિમસ. મને તારી ખૂબ જ યાદ આવી રહી છે બચ્ચા… અમારૂ ઘર ફરી એવું ક્યારેય નહીં બની શકે જેવું તારા હોવાથી હતું. મને ગુસ્સો અને નફરત બંને થઈ રહી છે કે તમે મારી અને અંશુલા પાસેથી છીનવી લેવામાં આવ્યો છે.
અર્જુને આગળ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મને સમજાતું જ નથી કે હું ઘરે કેવી રીતે બેસું, કારણ કે તું પાસે નથી. તારા મૃત્યુનું દુઃખ સહન નથી થઈ રહ્યું. તારો ખુબ ખુબ આભાર મને અને અંશુલાને ઘણી બધી યાદો આપવા માટે.
ફૂબુ ચોકલેટ અને મોમ તમે બંને અમારા પર ધ્યાન આપજો… ભગવાન તારી આત્માને શાંતિ આપે. મારા મેક્સુ, હવે હું તને બીજી દુનિયામાં મળીશ…
અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુનની આ પોસ્ટ મલાઈકાની કમેન્ટ ન જોવા મળતા ફરી એક વખત બંનેના બ્રેક અપની ખબરો એકદમ તેજ થઈ ગઈ છે.