મલાઈકાથી અલગ થયેલા અર્જુને બનાવી લીધો મેરેજ પ્લાન અને કહ્યું કે…
બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂર તેની પ્રોફેશનલ લાઇક કરતા વધારે તેની પર્સનલ લાઇફ માટે ચર્ચામાં રહેતો હોય છે. મલાઇકા અરોરા સાથે પ્રેમ ભંગ બાદ અર્જુન કપૂર હાલમાં single and ready to mingle છે અને તેને આ વાતનો કોઇ છોછ પણ નથી. હાલમાં અર્જુન કપૂર તેની અપકમીંગ ફિલ્મ ‘મેરે હસબંડ કી બીવી’ના ટ્રેલર લોન્ચ પ્રસંગે પહોંચ્યો હતો.
એ સમયે સ્વાભાવિક રીતે જ તેને તેના મેરેજ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો, જેનો એણે કંઇક એવો જવાબ આપ્યો કે એ ચર્ચામાં આવી ગયો.
આ પણ વાંચો: Mere Husband Ki Biwi ફિલ્મનું પોસ્ટર રિલીઝઃ અર્જુન કપૂર બે અભિનેત્રી સાથે જોવા મળશે
અર્જુન કપૂર હાલમાં જ સિંઘમ અગેઇનમાં જોવા મળ્યો હતો. હવે તેણે તેની અપકમીંગ ફિલ્મ ‘મેરે હસબંડ કી બીવી’ના ટ્રેલર લોન્ચિંગમાં મેરેજ વિશેના સમાચારો અંગે પ્રતિક્રિયા આપી હતી. લાંબા સમય સુધી મલાઇકા અરોરાને ડેટ કરીને સલમાન ખાન પરિવાર અને પિતા બોની કપૂરનો રોષનો ભોગ બનેલા અર્જુન કપૂરે ગયા વર્ષે જ પોતાને સિંગલ ગણાવીને મલાઇકા સાથેનું બ્રેક અપ ઑફિશિયલ કર્યું હતું. અર્જુન કપૂરને જ્યારે પૂછવામાં આવ્યું કે રિયલ લાઇફમા તે ક્યારે મેરેજ કરવાનો છે? ત્યારે એના જવાબમાં અર્જુન કપૂરે જણાવ્યું હતું કે જ્યારે મારા મેરેજ નક્કી થશે ત્યારે હું બધાને જણાવીશ. આજે મારી નવી અપકમીંગ ફિલ્મ પર ચર્ચા કરવાનો અને ઉજવણી કરવાનો દિવસ છે, તેથી એ વિષય પર જ હું વાત કરીશ. તેણે એમ પણ કહ્યું હતું કે તે જ્યારે આરામદાયક અનુભવતો હોય છે અને જ્યારે યોગ્ય સમય હોય છે ત્યારે તે તેની પર્સનલ લાઇફ વિશે હંમેશા વાત કરતો જ હોય છે.
આ પણ વાંચો: અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ આ કોની સાથે ઝુમતી જોવા મળી મલાઇકા
નોંધનીય છે કે રાજ ઠાકરેએ આયોજિત કરેલી દીવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેણે પાપારાઝી અને તેના ફેન્સ સમક્ષ ખુલાસો કર્યો હતો કે તે 51 વર્ષીય અભિનેત્રી મલાઇકા અરોરાથી અલગ થઇ ગયો છે. અર્જુન કપૂર અને મલાઇકા છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા ત્યાર બાદ તેમણે છૂટા પડવાનું નક્કી કર્યું હતું. જોકે, તેઓ આજે પણ સારા મિત્રો છે. મલાઇકાના પિતાના મૃત્યુ વખતે અર્જુન કપૂર ઢાલની જેમ તેની સાથે રહ્યો હતો.
‘મેરે હસબંડ કી બીવી’ વિશે વાત કરીએ તો તેમાં અર્જુન કપૂર સાથે ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. ફિલ્મમાં ડિનો મારિયા અને શક્તિ કપૂર પણ જોવા મળશે. આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે, જેમાં સ્ટેન્ડ અપ કોમેડિય હર્ષ ગુજરાલે ડેબ્યુ કર્યું છે. ફિલ્મમાં અર્જુન કપૂર ભૂમિ પેડનેકર અને રકુલ પ્રીત સિંહ વચ્ચે ફસાયેલો જોવા મળે છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.