અરે ભાઇ સાચેસાચુ જણાવો કે સાથે છો કે નહીં! એરપોર્ટ પર સાથે જોવા મળ્યું આ ફેમસ કપલ……

છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપની અફવાઓ ફેલાઇ રહી છે અને આ કપલ ના તો તેનું સમર્થન કરે છે કે ના તો તેનો વિરોધ કરે છે, તેથી તેમના ચાહકોને ખબર જ નથી પડતી કે તેઓ સાથે છે કે નહીં. અધુરામાં પૂરું બંને જણ વચ્ચે વચ્ચે સોશિયલ મીડિયા પર એવી ક્રિપ્ટીક પોસ્ટ મૂક્યા કરે છએ કે તેમના ફેન્સનું દિલ તૂટી જાય. ફેન્સને એ ખબર જ નથી પડતી કે આ લોકો ખરેખર સાથે છે કે નહીં. એવામાં આજે કંઇ અલગ જ નઝારો જોવા મળ્યો હતો.
મલાઇકા-અર્જુનના બ્રેકઅપની અફવા વચ્ચે આજે સવારે અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી. મલાઇકા ઘણી ખુશ દેખાતી હતી અને ખાસ વાત તો એ છે કે થોડી વારમાં અર્જુન કપૂર પણ એરપોર્ટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો. બંનેને એક જ સમયે એરપોર્ટ પર પ્રવેશતા જોતા જ નેટિઝન્સમાં ચર્ચા થઇ રહી છે કે આ કપલનું બ્રેકઅપ થયું નથી અને તેઓસાથે જ છે. જોકે, એ વાત છે કે બંનેએ એરપોર્ટ પર અલગ અલગ એન્ટ્રી કરી હતી.
લુકની વાત કરીએ તો મલાઇકા ઘણા સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે બ્લ્યુ રંગના ફૂલ સ્લીવ્સના ટોપ સાથે બેગી જિન્સ કેરી કર્યું હતું. તેણે મિનિમન મેકઅપ કર્યો હતો અને વાળને હાફ બનમાં બાંધી અડધા વાળ ખુલ્લા છોડી દીધા હતા. તેણે ગોગલ્સ અને સફેદ શુઝ પહેર્યા હતા અને હાથમાં લીલા કલરની મોટી હેન્ડબેગ લીધી હતી.
| Also Read: શું લગ્ન બાદ મુશ્કેલીમાં છે પરિણીતી ચોપરા…? કરી એવી પોસ્ટ કે….
અર્જુન કપૂરના લુકની વાત કરીએ તો તે એકદમ સાદા લુકમાં હતો. તેણે બ્લેટ રંગનુ ંટી શર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું. તેણે માથા પર ટોપી અને ગોગલ્સ પહેર્યા હતા. અર્જુન ઘણો જ ખુશ દેખાઇ રહ્યો હતો. તેણે પાપારાઝીને હાય પણ કર્યું હતું.
હવે આજે સવારે જ કપલને એરપોર્ટ પર જોયા બાદ લોકોનું માનવું છે કે કપલના બ્રેકઅપની માત્ર અફવા છે અને તેઓ હજુ પણ સાથે જ છે.
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર વચ્ચે બ્રેકઅપની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. તાજેતરમાં મલાઈકા સ્પેનમાં એક મિસ્ટ્રી મેન સાથે વેકેશન એન્જોય કરતી જોવા મળી હતી. જે બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મલાઈકા અને અર્જુન અલગ થઈ ગયા છે. પરંતુ આ બધાની વચ્ચે આજે આ કપલ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળતા તેમના ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.