ગર્લફ્રેન્ડ નહીં આ એક્ટ્રેસ સાથે ક્લોઝ થયો અર્જુન, શું હશે મલાઈકાનું રિએક્શન?

બી-ટાઉનના એવરગ્રીન અને હંમેશા જ કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતા અર્જુન કપૂર અને મલાઈકા અરોરા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. બ્રેકઅપની ખબરો વચ્ચે હવે ફરી એક વખત બંને વચ્ચે કોઈ ત્રીજા એન્ટ્રી થઈ ગઈ છે અને અર્જુન આ ત્રીજા કેરેક્ટરની ખૂબ જ નજીક આવી ગયો છે. જોઈએ હવે મલાઈકા આ વાત પર કેવું રિએક્શન આપે છે? પણ એ પહેલા આખી સ્ટોરી શું છે એ જાણી લઈએ…

વાત જાણે એમ છે કે અહીં રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફ વિશે વાત થઈ રહી છે. અર્જુન કપૂર અને ભૂમિ પેડણેકરની ફિલ્મ આવી રહી છે ધ લેડી કિલર. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું આ ફિલ્મના ટ્રેલરમાં અર્જુન અને ભૂમિની નજદીકીઓ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. એટલું જ નહીં આ ફિલ્મમાં ભૂમિ અને અર્જુન વચ્ચે ઈન્ટિમેટ સીન પણ જોવા મળશે.

28મી ઓક્ટોબરના આ ફિલ્મનું પોસ્ટર કોઈ પણ પ્રકારના શો-શાઈન વગર રીલિઝ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું અને મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી હતી. ત્રીજી નવેમ્બરના ફિલ્મ રીલિઝ થશે. જોકે, આમાં જોવાની અને જાણવાની વાત તો એ છે કે ભૂમિ કે અર્જુન ખુદ આ ફિલ્મને કોઈ પણ પ્રકારે પ્રમોટ નથી કરી રહ્યા. આ કારણે એવો સવાલ પણ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ મેકર અને સ્ટાર કાસ્ટ વચ્ચે કંઈ ઠીક નથી કે?
એક પ્રસિદ્ધ અખબારમાં છપાયેલા સમાચાર અનુસાર ધ લેડી કિલરનું પોસ્ટર પણ ચૂપચાપ અને ઉતાવળમાં રીલિઝ કર્યું હતું, જે આ કલાકારોને બિલકુલ પસંદ નથી આવ્યું. એવું કહેવાઈ રહ્યું છે કે ફિલ્મની અચાનક જાહેરાત કરવાને કારણ પણ સ્ટારકાસ્ટ નારાજ છે અને એટલે જ અર્જુન કપૂરે ફિલ્મને પ્રમોટ કરવાની ના પાડી દીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર લાંબા સમય બાદ ધ લેડી કિલરથી મોટા પડદે પાછો જોવા મળવાનો છે અને એમાં પણ ભૂમિ સાથેના ઈન્ટિમેટ સીને તો દર્શકોમાં અત્યારથી જ ઉત્સુકતા પેદા કરી દીધી છે. જોઈ હવે આ ફિલ્મ લોકોની આશાઓ પર ખરી ઉતરે છે કે નહીં?