નથી તૂટ્યો અર્જુન અને મલાઈકાનો સંબંધ, આ છે હકીકત…
છેલ્લાં કેટલાક સમયથી મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે, પરંતુ હવે આ બંનેની રિલેશનશિપને લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ તો બે મહિના પહેલાં થઈ ગયું છે, પણ તેમ છતાં બંને જણ હંમેશા માટે અલગ થઈ જવાને બદલે પોતાના આ સંબંધને એક ચાન્સ આપવા માંગે છે.
એક ઓનલાઈન વેબ પોર્ટલ પર પ્રકાશિત અહેવાલની વાત કરીએ તો અર્જુન અને મલાઈકાના સંબંધનો અંત તો બે મહિના પહેલાં જ આવી ગયો છે, પણ તેમ છતાં બંને જણ પોતાના સંબંધોને એક ચાન્સ આપવાનું નક્કી કર્યું છે અને ઈચ્છે છે બધું જ જલદી ઠીક થઈ જાય મલાઈકા અને અર્જુન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંનેના નજીકના મિત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ સંબંધનો અંત અને અલગ થવું એ બંને માટે મુશ્કેલીથી ભરપૂર છે. બંનેએ એકબીજા સાથે સારો એવો સમય પસાર કર્યો છે એટલે બંને જણે બ્રેકઅપ કરવા કરતાં પોતાના સંબંધોને ઠીક કરવા પર વધારે ભાર મૂક્યો છે.
અર્જુન અને મલાઈકાના બ્રેકઅપનું કારણ તો જાણી શકાયું નથી. પરંતુ સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો આ બ્રેકઅપનું કારણ એકબીજાને સ્પેસ આપવાનું છે.
જોકે, આ પહેલી વખત નથી કે મલાઈકા અને અર્જુન છુટા પડી ગયા હોવાના સમાચાર વાંચવા કે સાંભળવા મળ્યા હોય. આ પહેલાં પણ બંને જણ છુટા પડી ગયા હોવાના અહેવાલો વહેતાં થયા હતા અને બીજા જ દિવસે બંને જણ એકબીજા સાથે સ્પોટ થયા હતા અને એ સમયે તેઓ ડિનર ડેટ પર સાથે જોવા મળતાં ફેન્સ લોકોને રાહત થઈ હતી.