બોલીવૂડના આ ફેમસ સિંગરની તબિયત બગડી, પોસ્ટ કરી કહ્યું મને દુઃખ છે કે…
બોલીવૂડના જાણીતા સિંગર અરિજીત સિંહ (Arijit Singh)ના ચાહકો માટે ચિંતા કરાવે એવા સમાચાર આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે અરિજીત સિંહની તબિયત બગડી ગઈ છે અને એને કારણે તેના અનેક કોન્સર્ટ રદ કરવામાં આવ્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે. અરિજીત સિંહે ખુદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની તબિયત ખરાબ હોવાની માહિતી શેર કરી હતી. સોશિયલ મીડિયા પર અરિજીતની આ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
અરિજીત સિંહે સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે મહત્ત્વની અપડેટ અને સૂચના… મને મારા ફેન્સને એ વાત જણાવતા ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે કે અમુક મેડિકલ કંડિશનને કારણે ઓગસ્ટમાં થનારા તમામ કોન્સર્ટ રદ કરવામાં આવી રહ્યા છે. મને ખ્યાલ છે કે આ કોન્સર્ટને લઈને તમે કેટલા ઉત્સાહિત હતા, પણ હવે કોન્સર્ટ કેન્સલ થતાં મને દુઃખ થઈ રહ્યું છે.
અરિજીતે રદ કરેલાં કોન્સર્ટની તારીખ અને લોકેશનની વાત કરીએ તો 15મી સપ્ટેમ્બર લંડન, 16મી સપ્ટેમ્બર બર્મિંગહમ, 19મી સપ્ટેમ્બરના રોટરડેમ અને 22મી સપ્ટેમ્બરના માન્ચેસ્ટરનો સમાવેશ થાય છે. તમારી સમજદારી, સંયમ અને અખૂટ પ્રેમ માટે અભાર એવું અરિજીતે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું.
અરિજીતની પોસ્ટ પર ફેન્સ કમેન્ટ કરીને તેની તબિયતની હિલચાલ વિશે પૂછી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે તમે તો બોલીવૂડના ઓક્સિજન છો, તમારી તબિયતનું ધ્યાન રાખજો. બીજા યુઝસે જલદી સાજા થવાની કામના કરી છે તો ત્રીજા યુઝરે લખ્યું છે કે કેટલીક વસ્તુઓની રાહ જોવી વધારે સારું હોય છે. તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો..
પોસ્ટમાં અરિજીતની તબિયત સારી નથી એટલું જ કહેવાયું છે, પણ ચોક્કસ શું સમસ્યા છે એના વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. અરિજીત સિંહ બોલીવૂડનો એક ફેમસ અને લોકપ્રિય સેલિબ્રિટીમાંથી એક છે. છેલ્લાં અનેક વર્ષોથી તે બોલીવૂડ પર તેના અવાજથી રાજ તકી કર્યો છે અને તેની નેટવર્થ 160 કરોડ રૂપિયા છે.