વાહ અરિજીત, સિક્યોરિટી ગાર્ડની ભૂલ છતાં, પોતે ફીમેલ ફેનની માફી માગી
કલાકાર કે કોઈપણ હસ્તી જ્યારે નમ્રતા દેખાડે ત્યારે તેની કલાને પણ ચાર ચાંદ લાગી જતા હોય છે. ખાસ કરીને તમારા ચાહકો પ્રત્યે તમે અહોભાવ વ્યક્ત કરો ત્યારે તમે સારા કલાકાર સાથે સારા માણસ પણ બનો છે. આવું જ કઈક રેશમી અવાજના માલિક અને કરોડો ફેન્સ ધરાવતા ભારતીય ગાયક અરિજીત સિંહે કર્યું છે.
અરિજીતનો યુકેમાં લાઈવ કોર્ન્સ્ટ હતો. કહેવાની જરૂર નથી કે હજારોની સંખ્યામાં ફેન્સ આવ્યા હતા અને અરિજીતના રૂમામી આવજના જાદુમાં ઝૂમી ઉઠ્યા હતા. આ દરમિયાન સ્ટેજ પાસે એક ફિમેલ ફેન આગળ આવી અને અરિજીત સાથે હાથ મિલાવવા જતી હતી. અરિજીત પણ તે તરફ આવી ફેન્સને ગ્રીટ કરતો હતો તેમાં એક ગાર્ડે મહિલાને ગળેથી પકડી પાછળ ઠેલવી. અરિજીતને આ ન ગમતા તેણે કોર્ન્સ્ટ રોકી દીધો અને મહિલાની માફી માગી અને ગાર્ડને આમ ન કરવા કહ્યું.
આ પણ વાંચો : Shocking Video: જાણીતા સિંગરે Live Concert રોકીને હાથ જોડીને કેમ કહ્યું માફ કરજો, આ મારું…
મહિલાએ સોશિયલ મીડિયા પર આ વાત લખી છે અને અરિજીતનો આભાર માન્યો છે. અરિજીતે કાર્યક્રમ અધવચ્ચેથી રોકી માફી માગી અને સૌને બેસી જવા અને શાંતિથી એન્જોય કરવા કહ્યું. તે વાત માત્ર આ ફેનને નહીં પણ અરિજીતના લાખો ફેન્સને ગમી ગઈ અને હવે સૌ કોઈ અરિજીતના વખાણ કરી રહ્યા છે.