પત્ની શૂરા ખાનનો હાથ છોડી એકલો આગળ વધી ગયો બર્થડે બોય Arbaaz Khan, વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

પત્ની શૂરા ખાનનો હાથ છોડી એકલો આગળ વધી ગયો બર્થડે બોય Arbaaz Khan, વીડિયો થયો વાઈરલ…

બોલીવૂડમાં ખાન પરિવારનો એક અલગ જ દબદબો છે પછી કે સલમાન ખાન હોય, અરબાઝ ખાન હોય. હાલમાં જ અરબાઝ ખાને પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ સમયે અરબાઝે પોતાના પરિવાર અને મિત્રો સાથે ગ્રાન્ડ પાર્ટી કરી હતી એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તે પત્ની શૂરા ખાનનો હાથ છોડાવીને એકલો પેપ્ઝને પોઝ આપતો જોવા મળ્યો હતો. આવો જોઈએ શું છે આ વીડિયો પાછળની સ્ટોરી-

આપણ વાંચો: શુરા ખાનના કારણે મલાઈકાએ અરબાઝ સાથે કર્યું કંઇક એવું કે..

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અરબાઝ ખાન અને શૂરા ખાન એક સાથે આવી રહ્યા છે. ફેન્સ અરબાઝને બર્થડે વિશ કરી રહ્યા છે અને આ જોઈને શૂરાએ અરબાઝનો હાથ છોડીને તેને એકલા જઈને એન્જોય કરવાનું કહેવા લાગી. અરબાઝ પણ કહ્યાગરા કંથની જેમ શૂરાનો હાથ છોડીને આગળ આવીને પેપ્ઝને પોઝ આપ્યા હતા અને ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરાવે છે અને આભાર માને છે.

અરબાઝ ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ તેના પર જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે પતિનો આદર અને સન્માન કરનારી સાચી મહિલા. બીજા એક યુઝરે લખ્યું હતું કે અરબાઝ ખાનની પત્ની પાછળ ઊભી રહીને પણ કેટલી ખુશ લાગી રહી છે.

ત્રીજા યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ભાઈ સાચો પ્રેમ છે શૂરા ખાન. આ સિવાય યુઝર્સ કમેન્ટ સેક્શનમાં અરબાઝને બર્થડે વિશ કરી રહ્યા છે.

આપણ વાંચો: બાન્દ્રામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર: સલમાન-અરબાઝ ખાનનાં નિવેદન નોંધાયાં

શૂરા ખાનની વાત કરીએ તો શૂરા ખાન આ ઈવેન્ટમાં ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. શૂરા ખાન પ્રેગ્નન્ટ છે અને તેના ફેસ પર પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. શૂરા ખાન અરબાઝ ખાનની બીજી પત્ની છે અને 58 વર્ષે અરબાઝ બીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અરબાઝ ખાન પ્રોડ્યુસર તરીકે દબંગ-4 પર કામ કરી રહ્યા છે, આ સિવાય તે આ ફિલ્મમાં માખનચંદ પાંડેનો રોલ કરી રહ્યા છે. હીરો તરીકે પણ અરબાઝ ખાને ડર, હેલો બ્રધર, પ્યાર કિયા તો ડરના ક્યા, અલી બાબા જેવી ફિલ્મો કરી છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button