Thank God મને અને શૂરાને એ સમયે કોઈ સાથે નહોતા જોયા, Arbaaz Khanએ કેમ આવું કહ્યું?

Arbaaz Khan હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં નેપોટિઝમને લઈને અને શૂરા સાથેની ડેટિંગને લઈને પણ તેણે હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં જે ખુલાસો કર્યો છે એ ખરેખર ખૂબ જ ચોંકાવનારો છે.
સલમાન જેવી સ્ટારડમ નહીં મળતાં એક્ટરે જણાવ્યું હતું કે બોલીવૂડમાં કનેક્શન કે નેપોટિઝમ તમને કામ અપાવશે પણ નેમ અને ફેમ નહીં અપાવી શકે. આ સિવાય અરબાઝે પોતાનાથી 25 વર્ષ નાની મેકઅપ આર્ટિસ્ટ શૂર ખાન સાથેના લગ્ન અને રિલેશનશિપને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
અરબાઝ ખાને શૂરા સાથેની ડેટિંગ અને કેટલા સમયથી બંને જણ એકબીજાને ડેટ કરી રહ્યા છે એ વિશે પણ માહિતી આપી હતી. એક ન્યુઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અરબાઝ ખાને લગ્ન પહેલાં ડેટિંગને લઈને વાત કરતાં જણાવ્યું હતું કે પટના શુક્લાના સેટ પર શૂરા સાથે મારી મુલાકાત થઈ હતી.
પોતાની ડેટ વિશે વાત કરતાં અરબાઝે કહ્યું હતું કે લગ્ન પહેલાં હું અને શૂરા રોજ કોફી શોપ પર મળતાં હતા અને તમારામાંથી ઘણા લોકોને આશ્ચર્ય થશે કે લગ્ન પહેલાં એક વર્ષ કરતાં લાંબા સમય સુધી અમે લોકોએ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અમે લોકો દરરોજ કોફી શોપમાં મળતાં હતા અને જ્યારે પણ હું એને લેવા કે મૂકવા જતો હતો ત્યારે કોઈએ અમને જોયા નથી એ વાતનો આનંદ હતો. પરંતુ હવે અમે કોફી શોપ પહોંચીએ એ પહેલાં જ મીડિયા ત્યાં હાજર હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરબાઝ ખાનના પહેલાં લગ્ન મલાઈકા અરોરા સાથે થયા હતા અને 2017માં બંને જણે અલગ થવાનો નિર્ણય લીધો હતો. 19 વર્ષના લગ્નજીવન બાદ બંને જણે છુટાછેડા લીધા હતા પરંતુ દીકરા અરહાન માટે બંને જણ એક સાથે આવીને તમામ નિર્ણય લેતા હોય છે.