અરબાઝ ખાન દીકરીને લઈને હોસ્પિટલથી ઘરે પહોંચ્યા: ખાન ખાનદાનની ‘શહેઝાદી’નો પહેલો વીડિયો થયો વાઈરલ

બોલીવૂડ એક્ટર અરબાઝ ખાન પાંચમી ઓક્ટોબરના બીજી વખત પિતા બન્યા છે. શૂરા ખાને ત્રણ દિવસ પહેલાં ખાન ખાનદાનની શહેઝાદીને જન્મ આપ્યો છે અને આજે સોશિયલ મીડિયા પર અરબાઝ ખાનનો નાનકડી ઢીંગલી સાથેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અરબાઝ ખાનના આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં અરબાઝ નાનકડી દીકરીને લઈને હોસ્પિટલથી બહાર આવતો અને કારમાં બેસતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે અરબાઝ ખાન નાનકડી ઢબૂડીને ખોળામાં લઈને કારમાં બેસતો જોવા મળી રહ્યો છે. આ સમયે અરબાઝના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી રહી છે. શૂરા ખાનને આજે ચાર દિવસ હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે, પણ વીડિયોમાં ક્યાંય શૂરા ખાન પહેલાં ગાડીમાં બેસે છે પણ અરબાઝે પેપ્ઝને તેનો ફોટો લેવાની ના પાડી દીધી હતી. અને ત્યાર બાદ અરબાઝ દીકરીને લઈને કારમાં બેસે છે. અરબાઝ ખાને આ સમયે દીકરીનો ચહેરો ઢાંકીને રાખ્યો હતો.
અરબાઝ ખૂબ જ ધ્યાનથી દીકરીને ખોળામાં ઉઠાવીને કારમાં બેસતો જોવા મળ્યો હતો. અરબાઝ ખાન અને શૂરા ખાન હોસ્પિટલમાંથી રજા મળતાં બાંદ્રા ખાતે આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા, જ્યાં આખો ખાન પરિવાર 56 વર્ષ બાદ પરિવારમાં જન્મેલી દીકરીને વધાવવા માટે તૈયાર હતો.
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થતાં જ નેટિઝન્સ કપલ પર શુભેચ્છાનો વરસાદ કર્યો હતો. લાઈક્સ અને કમેન્ટ કરીને યુઝર્સ તેમના પર પ્રેમ વરસાવી રહ્યા છે. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો…
છેલ્લાં ત્રણ દિવસથી અરબાઝ ખાન પત્ની અને દીકરીની સેવામાં ખડેપગે હોસ્પિટલમાં ઊભો હતો. સલમાન ખાન પણ ભાભી શૂરા અને નાનકડી ઢબૂડીને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો અને એ સમયે તેણે પેપ્ઝને પોઝ આપતા તેમનો આભાર પણ માન્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.
આપણ વાંચો : 21 વર્ષ નાની બહેન સાથે કેવો હશે અરહાન ખાનનો સંબંધ, પોસ્ટ શેર કરી આપી હિન્ટ, મલાઈકાએ આપ્યું રિએક્શન…