મનોરંજન

AR Rahmanએ દિવંગત ગાયકો અવાજોને રીક્રિએટ કરવા AI કર્યો, ટીકા થતા સ્પષ્ટતા કરી

ઓસ્કાર વિજેતા સંગીતકાર એઆર રહેમાને રજનીકાંતની આગામી ફિલ્મ લાલ સલામમાં ‘થિમિરી યેઝહુ’ ગીત માટે બે દિવંગત ગાયકો, બમ્બા બક્યા અને શાહુલ હમીદના અવાજને રીક્રિએટ કરવા માટે માટે AI નો ઉપયોગ કર્યો હતો. જેનાથી ઇન્ટરનેટ પર ઘણા ચાહકો એઆર રહેમાનની ટીકા કરી રહ્યા છે. હવે, આ મુદ્દે રહેમાને ખુલાસો કર્યો છે કે આ માટે દિવંગત દિગ્ગજ ગાયકોના પરિવારોની પરવાનગી લેવામાં આવી હતી અને પરિવારને મહેનતાણું પણ મોકલવામાં આવ્યું હતું.

એ.આર. રહેમાને સોશિયલ મીડયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી જેના કૅપ્શનમાં તેમણે લખ્યું કે: “અમે તેમના પરિવારો પાસેથી પરવાનગી લીધી અને તેમના વૉઇસ અલ્ગોરિધમનો ઉપયોગ કરવા માટે યોગ્ય મહેનતાણું મોકલ્યું છે. જો આપણે યોગ્ય ઉપયોગ કરીએ તો ટેક્નોલોજી ખતરો કે ઉપદ્રવ નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે સિંગર બમ્બા બક્યાએ રહેમાન સાથે ઘણા ગીતો ગાયા છે. 2022 માં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું હતું. શાહુલ હમીદનું 1997માં ચેન્નાઈ નજીક કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું.

ઘણા X યુઝર્સે આ વોઈસ રીક્રિએશનને અપમાનજનક પણ ગણાવ્યું હતો અને દાવો કર્યો હતો કે AIના આવા ઉપયોગથી આવનારી પ્રતિભાઓ માટેની તકો ઓછી થઇ જશે. લાલ સલામ એ ઐશ્વર્યા રજનીકાંત દ્વારા દિગ્દર્શિત એક સ્પોર્ટ્સ એક્શન ડ્રામા છે, જે 9 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રીલીઝ થશે.

સંબંધિત લેખો

Back to top button