અચાનક એ.આર. રહેમાનની તબિયત લથડતા ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ…

ચેન્નાઈ: પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર એ.આર. રહેમાનની (A.R. Rahman) અચાનક તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને અચાનક છાતીમાં દુખાવો થવાથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્પેશિયલ ડૉક્ટરની ટીમ દ્વારા સારવાર ચાલી રહી છે. તેમના ફેન્સ તેમની સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.
Also read : All The Best Pandya review : ગુજરાતીમાં કંઈક નવું જોઈતું હતું ને, લો આવી ગયું પણ…
છાતીના દુખાવાની હતી સમસ્યા
પ્રાપ્ત વિગતો અનુસાર એ. આર. રહેમાનને સવારે 7.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના એન્જીયોગ્રાફી, ઇસીજી અને ઇકોકાર્ડિયોગ્રામ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, એ.આર. રહેમાનને છાતીમાં હળવો દુખાવો થયો હતો, જેના પછી તેના પરિવાર અને નજીકના સંબંધીઓએ તાત્કાલિક સાવચેતી રાખી અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ ડોકટરોની એક ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે અને તેમની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
Also read : જાવેદ અખ્તર કેમ શોધી રહ્યા છે આ પાકિસ્તાનીને…સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું કે…
પરિવારજનોએ કહ્યું હાલ હાલત સ્થિર
રહેમાનનાં પરિવારજનોએ જણાવ્યું હતું હાલ તેમની હાલત સ્થિર છે અને ડોક્ટરો તેમની સંપૂર્ણ તપાસ કરી રહ્યા છે જેથી ખાતરી કરી શકાય કે તેમના સ્વાસ્થ્યમાં કોઈ ગંભીર સમસ્યા નથી. જોકે હોસ્પિટલે હજુ સુધી તેમની સ્થિતિ વિશે કોઈ વિગતવાર માહિતી શેર કરી નથી, પરંતુ ટૂંક સમયમાં હોસ્પિટલ સત્તાવાર નિવેદન આપી શકે છે.