Happy Birthday: 43 વર્ષે પણ સિંગલ દેવસેના પાસે છે ગાડી-બંગ્લા ને આટલી સંપત્તિ
દેવસેના નામ સાંભળો એટલે સુંદર, તેજતર્રાર ચહેરો તમારી સામે આવે. માત્ર એક જ ફિલ્મથી હિન્દી ફિલ્મરસિયાઓની પેવરીટ બની ગયેલી બાહુબલીની દેવસેના એટલે કે અનુષ્કા શેટ્ટીનો આજે 43મો જન્મ દિવસ છે. અનુષ્કાનું મૂળ નામ તો સ્વિટી હતું, પણ તેની પહેલી કન્નડ ફિલ્મ સુપરના નિર્માતાએ તેને સ્ક્રિન નેમ અનુષ્કા આપ્યું. કૉમ્યુટર એપ્લીકેશમાં ગ્રેજ્યુએટ અનુષ્કાને અસલી ઓળખ 2009માં અરૂંધતી ફિલ્મથી મળી. ત્યારબાદ તે સ્ટાર બની ગઈ અને બાહુબલીની બન્ને સિઝને તેને સુપરસ્ટાર બનાવી દીધી. જોકે ત્યારબાદ આવેલી તેની ફિલ્મોએ એટલો જાદુ ચલાવ્યો નથી.
Also read: Kamal Haasanના જન્મદિવસે ફેન્સને મળી ગિફ્ટઃ Thug of lifeની રિલિઝ ડેટ થઈ જાહેર
અનુષ્કા સાઉથની સૌથી ઊંચી ફીસ લેનારી અભિનેત્રીઓમાંની એક છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તેની નેટ વર્થ રૂ. 130 કરોડ છે. તેનું બેંગલુરુમાં આલિશાન ઘર છે. બીજા શહેરોમાં પણ પ્રોપ્રટી છે. ઑડી સહિતની આલિશાન કારનું કલેક્શન છે.
પર્સનલ લાઈફની વાત કરીએ તો અનુષ્કા હંમેશાં ચર્ચામાં રહે છે.
Also read: આલિયા-રણબીરની રાહા થઈ બે વર્ષની, બર્થ ડે પાર્ટીમાં કરી ધીંગામસ્તી
બાહુબલી રિલિઝ થયા બાદ આ રિલ લાઈફ જોડી રિયલ જોડી બને તેવી ચર્ચા હતી, પરંતુ અનુષ્કાએ અફવા ગણાવી હતી. ત્યારબાદ કન્નડ ફિલ્મજગતના ડિરેક્ટર સાથે તેની સગાઈ થયાની પણ અફવા હતી, પરંતુ ન તો ડિરેક્ટરનું નામ બહાર આવ્યું કે તેણે કોઈ જાહેરાત કરી. 43 વર્ષની અનુષ્કા હજુ સિંગલ છે.અનુષ્કાને એકવાર હસવાનું શરૂ કરે તો લાંબા સમય સુધી બંધ ન થાય તેવી વિચિત્ર બીમારી થઈ હોવાના અહેવાલો પણ હતા. ચાલુ વર્ષે અનુષ્કા સાઉથની બે ફિલ્મોમાં દેખાવાની છે. તેની આ ફિલ્મો સફળ થાય તેવી તેને શુભેચ્છા