અલીબાગથી કેમ Anushka Sharma એકલી જ પાછી ફરી? ક્યાં ગયો કિંગ કોહલી? | મુંબઈ સમાચાર

અલીબાગથી કેમ Anushka Sharma એકલી જ પાછી ફરી? ક્યાં ગયો કિંગ કોહલી?

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ઈન્ડિયન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) છેલ્લાં કેટલાક સમયથી ચર્ચામાં રહે છે. બે-ત્રણ દિવસ પહેલાં જ કપલ વૃંદાવન ખાતે સ્વામી પ્રેમાનંદ મહારાજના દર્શને પહોંચ્યો હતો તો ગઈકાલે કપલ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયન (Gateway Of India) ખાતે સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યું હતું. કપલ અલીબાગ જવા રવાના થયું હતું અને આજે અનુષ્કા શર્મા એકલી જ અલીબાગથી પાછી ફરતાં ફેન્સને એવો સવાલ થઈ રહ્યો છે કે વિરાટ ક્યાં ગયો? અનુષ્કા કેમ એકલી દેખાઈ વગેરે વગેરે…

જી હા, સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે એકલી જ અલીબાગથી મુંબઈ પાછી ફરી હતી. અનુષ્કાને એકલી જોઈને ફેન્સને એવો સવાલ સતાવી રહ્યો છે કે વિરાટ કેમ તેની સાથે ના જોવા મળ્યો? વિરાટ કોહલી ક્યાં ગયો? પરંતુ આ મામલે કોઈ જ માહિતી સામે નથી આવી રહી.

વાત કરીએ અનુષ્કાના લૂકની તો તેણે આ સમયે વ્હાઈટ એન્ડ બ્લેક જિન્સ પહેરી હતી. આ સાથે તેણે બ્લેક કલરની ટી-શર્ટ પહેરી હતી અને પોતાના લૂકને કમ્પલિટ કરવા માટે તેણે ચેન અને પેન્ડન્ટ પહેર્યું હતું. અનુષ્કા શર્માએ પોતાના લૂકને કાળા ચશ્માથી કમ્પલિટ કર્યું હતું. નો મેકઅપ લૂકમાં અનુષ્કા કમાલની લાગી રહી હતી અને તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. પૂરા લૂકમાં તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર અનુષ્કાનો આ લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?

અત્રે ઉલ્લેખનીય છે કે 2023માં એક રિપોર્ટ સામે આવી હતી જેમાં વિરાટ કોહલીએ અલીબાગમાં એક આલિશાન વિલા બનાવી છે. છ કરોડના ખર્ચે બનાવેલી આ વિલા માટે વિરાટે 36 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ભરાવી હતી. એવું કહેવાય છે કે રીતિક રોશનની પત્ની સુઝૈન ખાને અનુષ્કા અને વિરાટની આ વિલા ડિઝાઈન કરી છે.

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 2017માં ઈટલી ખાતે લગ્ન કર્યા હતા અને હાલમાં જ કપલ બીજી વખત પેરેન્ટ્સ બન્યું છે. કપલને વામિકા અને અકાય નામે દીકરી-દીકરો છે. જોકે, હજી સુધી કપલે પોતાના બંને સંતાનોનો ચહેરો રીવિલ નથી કર્યો.

https://twitter.com/wvmediaa/status/1878634094239834378

સંબંધિત લેખો

Back to top button