જો તમે Actress Anushka શર્માના આ સિક્રેટને જાણતા ના હોય તો જાણો કે…
મુંબઈ: ‘રબ ને બનાદી જોડી’ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જોડી જમાવ્યા બાદ બોલીવૂડમાં પગદંડો જમાવી દેનારી અનુષ્કા શર્માએ આ ફિલ્મ બાદ અનેક હિટ ફિલ્મો આપી અને ટોચના અભિનેતાઓ સાથે મુખ્ય ભૂમિકામાં દેખાઇ. જોકે થોડી જ સફરમાં સફળતા મળી જાય તો ક્યારેક સફળતા માથે ચડી જતી હોય છે એવું કહેવાય છે. જોકે પોતે સ્ટાર બની એ પહેલાથી જ અનુષ્કા શર્મા અભિમાની હતી. આ વાત આપણે નથી કહી રહ્યા, પરંતુ અનુષ્કા પોતે જ આ વાતનો ઉલ્લેખ અનુષ્કા શર્મા કરે છે.
એક સમયે પોતે ખૂબ જ ઘમંડી હોવાની વાત અનુષ્કા શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. ઇન્ટરવ્યૂ દરમિયાન અનુષ્કાએ કહ્યું હતું કે હું પહેલા ખૂબ જ ઘમંડી હતી. સ્કૂલમાં કે કૉલેજમાં હું કોઇની સાથે વધુ વાતચીત કરતી નહોતી. હું પોતાને બધા કરતાં વધુ ચઢિયાતી સમજતી હતી.
આ પણ વાંચો : રાઘવ પર ફિદા થઇ પરિણીતી
જોેકે અભિનેત્રી બન્યા બાદ પોતાનો સ્વભાવ બદલાયો હોવાનું જણાવતા અનુષ્કાએ કહ્યું હતું કે હું ફિલ્મોમાં આવીને અભિનેત્રી બનીને ખૂબ જ ખુશ છું. કારણ કે આદિત્ય ચોપડાએ વાસ્તવિકતાથી મારી મુલાકાત કરાવી હતી. આદિત્યએ મને કહ્યું કે તમે ફિલ્મ તો કરી રહ્યા છો, પરંતુ તમે સૌથી સુંદર દેખાતી છોકરી નથી. એ વખતે હું એમ સમજતી હતી કે હું જ સૌથી વધુ ગુડ લુકિંગ ગર્લ છું. તેમણે મને કહ્યું કે હું સૌથી ગુડ લુકિંગ નથી. પછી મેં કહ્યું અચ્છા, એવું છે.
ઉલ્લેખનીય છે કે ‘રબ ને બનાદી જોડી’ ફિલ્મ આદિત્ય ચોપરાએ બનાવી હતી અને એ અનુષ્કાએ તેમની સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કાએ શાહરુખ ખાનની ઓપોઝિટ કામ કર્યું હતું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું હતું. હાલ અનુષ્કાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ફિલ્મોથી દૂર છે અને પોતાના ક્રિકેટર પતિ વિરાટ કોહલી તેમ જ સંતાનો વામિકા અને અકાયની સાથે સમય વીતાવી રહી છે.
છેલ્લે અનુષ્કા છ વર્ષ પહેલાની ફિલ્મ ‘ઝીરો’માં શાહરુખ ખાન અને કેટરીના કૈફ સાથે જોવા મળી હતી. જોકે ત્યાર પછી તે મોટા પડદા પરથી દૂર જ છે. તે અમુક પ્રોડક્ટ્સની જાહેરાતોમાં દેખાય છે, પરંતુ તેનો ઇંતેજાર તેના ચાહકો મોટા પડદા પર કરી રહ્યા છે. હવે તે ભારતની મહિલા ક્રિકેટર તેમ જ શાનદાર ફાસ્ટ બોલર ઝૂલન ગોસ્વામીના જીવન પર આધારિત ફિલ્મ ‘ચકદા એક્સ્પ્રેસ’માં જોવા મળશે.