અનુષ્કા સેન નીલ નીતિન મુકેશ ફાઈટ વીડિયો વાઈરલ
મુંબઈમાં મંગળવારે હૈ જુનૂનની મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જોરદાર મનોરંજન અને પર્ફોર્મન્સ વચ્ચે કંઈક એવું થયું હતું કે જેણે લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું હતું. સોશિયલ મીડિયા પર આ જ ઘટનાના ફોટો વાઈરલ થઈ રહ્યા છે. મ્યુઝિક અને ડાન્સના આ ઈવેન્ટમાં એવો કિસ્સો થયો કે જેને કારણે હાજર તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ શું છે આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં…
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એક્ટ્રેસ અનુષ્કા સેન અને નીલ નીતિન મુકેશ વચ્ચે કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું એવું જોવા મળી રહ્યું છે. એટલું જ નહીં કોઈ કારણે બંને વચ્ચે ખટપટ ચાલી રહી છે એ પણ દેખાઈ રહ્યું છે. નીલ નીતિન મુકેશ કોઈ બાબતે અનુષ્કા સાથે ગંભીર વાત કરી રહ્યો છે, પણ તેની બોડી લેંગ્વેજ પરથી તે સખત અપસેટ હોય એવું લાગી રહ્યું છે. બીજી બાજું અનુષ્કા પણ ગભરાયેલી અને પરેશાન દેખાઈ રહી છે.
આ પણ વાંચો: અભિનેત્રી અનુષ્કા સેને વેકેશનની મોજ માણતી તસવીરો કરી પોસ્ટ, જોઈ લો બોલ્ડ અંદાજ
વીડિયોમાં આગળ જોવા મળે છે કે નીલ અનુષ્કા સાથે જોરથી ઘાંટા પાડીને વાત કરે છે અને ત્યાર બાદ તે તેને આંગળી બતાવીને આગળ વધતો તો અનુષ્કા કંઈક કહેતાં પાછળ ખસી રહી છે. આ વીડિયોને પેપેરાઝી પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જોકે, બંને વચ્ચે કયા મુદ્દે ગરમાગરમી થઈ હતી તે ઓડિયો ક્લિયર ન હોવાને કારણે સમજાઈ નથી રહ્યું.
યુઝર્સ આ વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે શું નીલ નીતિન મુકેશ કોઈ વાતે અનુષ્કા સેનથી નારાજ છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે જરૂર અનુષ્કાએ કંઈક એવું કર્યું હશે કે જેને કારણે નીલને ખરાબ લાગ્યું હશે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે કંઈક તો મોટું થયું છે, આ કોઈ નોર્મલ આર્ગ્યુમેન્ટ નથી લાગી રહી. એક યુઝરે લખ્યું હતું કે નીલ ખૂબ જ સારો વ્યક્તિ છે, પણ તેનું આ વર્તન એકદમ અલગ જ છે.
આ પણ વાંચો: Hrithik Roshanને આ શું થયું? ફોટો પોસ્ટ કરી ફેન્સને આપ્યા News…
વાઈરલ ક્લિપ બાબતે અનુષ્કા સેન કે નીલ નીતિન મુકેશ દ્વારા હજી સુધી કોઈ પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપવામાં આવ્યું. બંનેએ સેવેલા મૌનથી ફેન્સની ઉત્સુક્તા જોવા મળી રહી છે. ફિલ્મ હૈ જૂનુનની ઈવેન્ટમાં તેની કરતાં આ સો કોલ્ડ ઝઘડાની ચર્ચા થઈ રહી છે.