મનોરંજન

‘મિલકે નક્કી કરલો જાતિ વ્યવસ્થા હૈ યા નહીં’ અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડ અને સરકાર પર પ્રહારો કર્યા

મુંબઈ: 19મી સદીમાં ભારતીય સમાજમાં જાતી પ્રથાના દુષણ સામે અભિયાન ચલાવનાર મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફુલે અને સ્ત્રી શિક્ષણ માટે ચળવળ ચલાવનાર સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ફૂલે’ વિવાદોમાં ઘેરાઈ (Phule Film Controversy) છે. ફિલ્મ અગાઉ 11મી એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ સમુદાયે વાંધો ઉઠાવતા ફિલ્મની રિલીઝને રોકી દેવામાં આવી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક કટ્સ સૂચવ્યા છે. આ મામલે ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા અને એકટર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) રોષે ભરાયા છે. એક સોશિયલ મીડિયામાં પોસ્ટમાં તેમણે સેન્સર બોર્ડ અને સરકારને ખરીખોટી સંભડાવી છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં અનુરાગ કશ્યપે જાતી વ્યવસ્થા પર પ્રહારો કર્યા છે. તેમણે ફુલે ફિલ્મ પર સેન્સરશીપના અંગે ચિંતા વ્યક્ત કરી છે. અનુરાગ કશ્યપેને એ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ફિલ્મની સત્તાવાર રિલીઝ પહેલાં જ એક સમુદાયને ફિલ્મની ઍક્સેસ કેવી રીતે મળી ગઈ હતી, અને ફિલ્મના પ્રીવ્યૂ અંગે સવાલ ઉઠાવ્યા.

‘બ્રાહ્મણો શરમ અનુભવી રહ્યા છે…’
અનુરાગ કશ્યપ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું, “મારા જીવનનું પહેલું નાટક જ્યોતિબા અને સાવિત્રીબાઈ ફૂલે પર હતું. ભાઈ, જો આ દેશમાં જાતિ વ્યવસ્થા ન હોત તો તેમને લડવાની શું જરૂર હતી? હવે બ્રાહ્મણ લોકો શરમ અનુભવી રહ્યા છે કે તેઓ શરમથી મરી રહ્યા છે કે પછી તેઓ એક અલગ બ્રાહ્મણ ભારતમાં જીવી રહ્યા છે જેને આપણે જોઈ શકતા નથી. મૂરખ કોણ છે એ કોઈ મને સમજાવે.”

‘બ્રાહ્મણોને ફૂલે સામે વંધી છે’
અનુરાગ કશ્યપે અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, ‘ધડક 2 ના સ્ક્રીનિંગ સમયે, સેન્સર બોર્ડે કહ્યું કે મોદીજીએ ભારતમાં જાતિ વ્યવસ્થા નાબૂદ કરી દીધી છે. આ જ આધારે સંતોષ પણ ભારતમાં રિલીઝ થઇ શકી ન હતી. હવે બ્રાહ્મણોને ફૂલે સાથે સમસ્યા છે. ભાઈ, જ્યારે જાતિ વ્યવસ્થા જ નથી તો પછી કેવા બ્રાહ્મણ? તમે કોણ છો? તમે ગુસ્સાથી કેમ બળી રહ્યા છે? જ્યારે જાતિ વ્યવસ્થા જ ન હતી, ત્યારે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ કોણ હતા?”

મોદી સરકાર પર કર્યા પ્રહાર:
તેમણે રોષ ઠાલવતા લખ્યું ‘મોદીના મતે ભારતમાં કોઈ જાતિ વ્યવસ્થા નથી? કે પછી તમે બધા મળીને બધાને મૂર્ખ બનાવી રહ્યા છો? ભાઈ, સાથે મળીને નક્કી કરો. ભારતમાં જાતિ વ્યવસ્થા છે કે નહીં? લોકો મૂર્ખ નથી. તમે બ્રાહ્મણ છો કે ઉપર બેઠેલા તમારા બાપ! નક્કી કરો.’

અનુરાગ કશ્યપે સરકાર સામે પ્રહાર કરતા લખ્યું, ‘પંજાબ 95, તીસ, ધડક 2, ફૂલે… મને ખબર નથી કે જાતિવાદી, ક્ષેત્રવાડી, વંશવાદી સરકારના એજન્ડાને ઉજાગર કરતી કેટલી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમને અરીસામાં પોતાનો ચહેરો જોઈને શરમ આવે છે. તેમને શરમ આવે છે કે તેઓ ખુલ્લેઆમ કહી પણ શકતા નથી કે ફિલ્મમાં શું છે જે તેમને પરેશાન કરી રહ્યું છે. કાયર.’

આપણ વાંચો:  વધુ એક ફ્લોપ ફિલ્મ આપ્યા પછી ખુશી કપૂરે કરી પોતાની સિક્રેટ વાત કે…

CBFCએ આ શબ્દો દુર કર્યા:
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફૂલે ફિલ્મના નિર્માતાઓને કટ્સ કરવા કહ્યું હતું, બોર્ડે ‘મંગ’, ‘મહાર’ અને ‘પેશવાઈ’ જેવા શબ્દો દૂર કરવા કહ્યું. તેમજ ‘3,000 સાલ પુરાની ગુલામી’ લાઇનને બદલવા કહ્યું. દિગ્દર્શક અનંત મહાદેવને કહ્યું હતું કે તેઓએ બોર્ડના નિર્દેશોનું પાલન કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button