એક્ટિંગને અલવિદા કહીને રાજકારણ જોઈન્ટ કરશે દિગ્ગજ અભિનેતા? આપી ચૂક્યા છે અનેક હિટ ફિલ્મો…

બોલીવૂડમાં છેલ્લાં કેટલાક સમયથી એવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે જેમાં અનેક ફિલ્મી સિતારાઓએ એક્ટિંગની સાથે સાથે જ પોલિટિક્સ પણ જોઈન કરી રહ્યા છે. હવે આ યાદીમાં અનુપમ ખેર (Anupam Kher)નું નામ ઉમેરાય એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ બાબતે અનુપમ ખેરે હવે સ્પષ્ટતા કરી છે. એક્ટરને ફેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાવવા જઈ રહ્યા છો જેના જવાબમાં અનુપમ ખેરે સ્પષ્ટતા કરી છે, આવો જોઈએ શું કહ્યું અનુપમ ખેરે
Also read : મલાઈકા કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી, કોઈ કહેશે એકાવનની છે?
અનુપમ ખેરે એક્ટિંગ છોડીને રાજકારણમાં જોડાવવા અંગે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેમને ખાલી એક સારા નાગરિક બની રહેવામાં રસ છે. પરંતુ તમે મને એક સારું સજેશન આપ્યું છે એ માટે તમારો આભાર. આ સાથે તેમણે પોતાના એક્ટિંગના કરિયરને લઈને પણ ખુલાસો કર્યો છે.

અનુપમ ખેર રાજકારણમાં જોડાશે એવા સમાચારો જેવા સામે આવ્યા એટલે અનુપમ ખેરે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે તેઓ ભાષણોને સ્ક્રિપ્ટ સાથે બદલવા માટે તૈયાર નથી. અનુપમ ખેરે પોતાના સોશિયલ મીડિયા એક્સ પર આસ્કઅનુપમ સેશન દરમિયાન આ બાબતે ખુલાસો કર્યો હતો.
આ સેશન દરમિયાન એક ફેને અનુપમ ખેરને પૂછ્યું હતું કે શું તેઓ એક્ટિંગ છોડીને રાજકારણમાં પ્રવેશવા જઈ રહ્યા છે જેના જવાબમાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ના તો હું એક્ટિંગ છોડી રહ્યો છું કે ન તો હું પોલિટિક્સ જોઈન કરી રહ્યો છું. પણ મારું માનવું છે કે દેશ માટે એક એસેટ બનવું હોય તો તમારે રાજકારણમાં જોડાવવાની જરૂર નથી, બસ તમારે એક સારા નાગરિક બનાવવાની જરૂર છે.
Also read : એ મારો પહેલો પ્રેમ છે… કોના માટે કહ્યું અભિષેક બચ્ચને? વીડિયો થયો વાઈરલ…
અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં જ અનુપમ ખેરનું એક્સ એકાઉન્ટ લોક થઈ ગયું હતું. ખુદ અનુપમ ખેરે આ બાબતની જાણકારી પોસ્ટ કરી હતી. વાત કરીએ અનુપમ ખેરની પ્રોફેશનલ લાઈફની તો છેલ્લી વખત અનુપમ ખેરને છેલ્લે ફિલ્મ ઈમર્જન્સીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ 1975-77માં તત્કાલિન વડા પ્રધાન ઈંદિરા ગાંધી દ્વારા લગાવવામાં આવેલી ઈમર્જન્સી અને એ સમયની રાજકીય પરિસ્થિતિની આસપાસ ફિલ્મની વાર્તા ફરે છે.