મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Qutub Minar કરતાં પણ ઊંચું છે Mukesh Ambaniનું ઘર Antilia? હકીકત જાણીને ચોંકી ઉઠશો..

મુકેશ અંબાણીનીતા અંબાણી (Mukesh Ambani- Nita Ambani) અને આખો અંબાણી પરિવાર (Ambani Family) સતત કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. સામેપક્ષે લોકોને પણ એમની લાઈફસ્ટાઈલ વિશે સતત જાણવા માટે ઉત્સુક હોય છે. આજે આપણે અહીં વાત કરીશું અંબાણી પરિવાર જે ઘરમાં રહે છે એન્ટિલિયા (Ambani Family’s Residence Antilia) વિશે. એન્ટિલિયા કેટલા માળનું છે, તેને બનાવવામાં કેટલો ખર્ચ થયો છે એના વિશે તો બધાને જ ખબર છે. પણ શું તમને એ ખબર છે કે આ ઈમારત કેટલા ફીટ ઊંચી છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…
એન્ટિલિયાની ગણતરી દુનિયાના સૌથી આલિશાન ઘરમાં કરવામાં આવે છે અને આ ઘરમાં આશરે 600 જેટલા નોકરોનો સ્ટાફ છે. 27 માળની આ આલિશાન ઈમારત 40,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવ્યું છે. પણ આ ઈમારતની ઉંચાઈ કેટલી છે એની તમને જાણ છે? આ ઈમારતની ઊંચાઈ જાણીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો. ચાલો જોઈએ કેટલા ફીટ ઊંચી છે મુંબઈની આ આલિશાન ઈમારત…

આ પણ વાંચો : અંબાણી પ્રી-વેડિંગ ક્રૂઝ પાર્ટીઃ મહેમાનોને મળી અધધધ… લક્ઝરી ગિફ્ટ્સ..

તમારી જાણ માટે કે એન્ટિલિયાની ઉંચાઈ 570 ફૂટ જેટલી છે અને એનાથી પણ વધારે ચોંકાવનારી વાત તો એ છે કે એન્ટિલિયાની ઊંચાઈ દિલ્હીમાં આવેલા કુતુબ મિનાર કરતાં વધારે છે અને એ પણ પૂરા અઢી ગણા…કુતુબ મિનારની હાઈટ વિશે વાત કરીએ તો તે 240 ફૂટ જેટલી હોવાનું કહેવાય છે. ટૂંકમાં એન્ટિલિયાની ટેરેસ પરથી પર જુઓ તો દિલ્હીનું કુતુબ મિનાર પણ ટચુકડું દેખાય એકદમ…

હાલમાં અંબાણી પરિવાર અંનત અંબાણી-રાધિકા મર્ચન્ટની બીજી પ્રિ-વેડિંગ ક્રૂઝ પાર્ટી
(Anant Ambani-Radhika Merchant Second Pre-Wedding Party Bash)ને કારણે સખત લાઈમલાઈટમાં રહે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button