વધુ એક અભિનેત્રીએ સાજિદ ખાન પર ગેરવર્તણૂકના લગાવ્યો ગંભીર આરોપ, જાણો મામલો?

ઇન્ડસ્ટ્રીમાંથી રોજ કાસ્ટિંગ કાઉચના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. તેથી, ઘણીવાર નિર્માતાઓ આવી બાબતોમાં ફસાઈ જાય છે જેના કારણે તેમની ઘણી ટીકા પણ થાય છે. દરમિયાન ‘ઇશ્કબાઝ’ અને ‘મિલે જબ હમ તુમ’ જેવા શોમાં પોતાની ભૂમિકાઓ માટે પ્રખ્યાત નવીના બોલેએ તાજેતરમાં જ દિગ્દર્શક સાજિદ ખાન સાથેના પોતાના આઘાતજનક અનુભવ વિશે પહેલીવાર ખુલીને વાત કરી હતી. જેમાં સાજિદે તેને પોતાના ઘરે બોલાવી અને ‘કપડા ઉતારવા’ કહ્યું હતું એની સાથે નવીનાએ સાજિદ ખાન પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે અને ચોંકાવનારા ખુલાસા કર્યા છે.
એક મુલાકાતમાં નવીનાએ સાજિદ ખાનને ‘ઘૃણાસ્પદ માણસ’ કહ્યો અને યાદ કર્યું કે તે ઈન્ડસ્ટ્રીના અન્ય લોકો સાથે મળીને મહિલાઓનું અપમાન કરતો હતો. દિગ્દર્શક સાથેની પોતાની મુલાકાતને યાદ કરતાં નવીના બોલેએ કહ્યું કે સાજિદ ખાને ‘હે બેબી’ પર કામ કરતી વખતે તેને ફોન કર્યો હતો. તેણે યાદ કરતાં કહ્યું હતું કે હું 2004 અને 2006ની વાત કરી રહી છું જ્યારે હું ગ્લેડરેગ્સમાં કામ કરતી હતી.
એ વખતે મારી મુલાકાત સાજિદ ખાનની ઓફિસમાં નહીં, પરંતુ તેમના ઘરે થઈ હતી. તમે કલ્પના પણ ન કરી શકો કે જ્યારે તેણે મને ફોન કર્યો ત્યારે હું બહુ ઉત્સાહી હતી અને જયારે હું ગઈ ત્યારે તેણે મને કહ્યું કે તું તારા કપડાં ઉતારીને કેમ નથી બેસતી હું જોવા માંગુ છું કે તું કેટલી કમ્ફર્ટેબલ છો.’
આપણ વાંચો: વિરોધ છતાં ‘છાવા’ ફિલ્મ બની ‘બોક્સ ઓફિસ કિંગ’, વિક્રમી આવક રળીને બનાવ્યો રેકોર્ડ
પોતાની વાત આગળ ધપાવતા નવીનાએ આગળ કહ્યું કે ‘તેણે કહ્યું હતું કે જો તું સ્ટેજ પર બિકીની પહેરી શકે છે, તો અહીં શું વાંધો છે?’ એના પછી જેમ તેમ કરીને હું ત્યાંથી નીકળવામાં સફળ રહી અને તે પછી તેણે મને ઓછામાં ઓછા 50 વાર ફોન કરીને પૂછ્યું હશે કે હું કેમ નથી આવતી, હું ક્યાં પહોંચી છું. 2018માં ભારતમાં #MeToo આંદોલન દરમિયાન સાજિદ ખાન પર અનેક મહિલાઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.