ટેલીવૂડની વધુ એક અભિનેત્રી કેન્સરનો શિકારઃ સેલિબ્રિટી કપલે વીડિયો શેર કરી આપી માહિતી

યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરા બનીને ઘર ઘરમાં છવાયેલી અભિનેત્રી હિના ખાનને કેન્સર હોવાની ખબરોએ સૌને શોકમાં નાખી દીધાં હતા. અભિનેત્રીએ ખૂબ હિંમત બતાવી બીમારી સામે જંગ લડી છે. તે પહેલા છબી મિત્તલે પણ બ્રેસ્ટ કેન્સર સામે જંગ લડ્યો છે અને હવે ફરી એક્ટિવ થઈ છે ત્યારે ફરી પાછી એક ટીવીજગતની જાણીતી બહુ કેન્સરનો શિકાર બની હોવાની ખબરોએ ફેન્સને ચિંતામાં મૂક્યા છે.

સસુરાલ સિમર કા દ્વારા જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા કક્કડ અને તેના પતિ શોએબે વ્લોગ દ્વારા જાણકારી આપી છે કે દીપિકાને બીજા સ્ટેજનું કેન્સર છે. દીપિકા અને શોએબે સાથે માહિતી આપી છે. દીપિકાને લીવરમાં કેન્સર છે, પરંતુ સદનસીબે કેન્સર ક્યાંય ફેલાયું નથી. અગાઉ દીપિકાનાં રિપોર્ટ્સ કરાવ્યા હોવાનું અને તે હોસ્પિટલમાં હોવાનું શોએબે જણાવ્યું હતું. આ રિપોર્ટ્માં કન્ફર્મ થયું છે કે અભિનેત્રી કેન્સરની બીમારીથી પીડાય છે. દીપિકાએ વીડિયોમાં કહ્યું હતું કે આ એક એવી બીમારી છે જેનું નામ સાંભળતા જ માનસિક રીતે હતાશ થઈ જવાય છે, પરંતુ ડોક્ટરના કહેવા અનુસાર આનો ઈલાજ શક્ય છે અને બહુ થોડા સમયમાં તેની સર્જરી થઈ જશે.
આપણ વાંચો: હાઉસફૂલ 5ના ટ્રેલર લોન્ચ પર અક્ષય કુમારે પરેશ રાવલ માટે કહ્યું કે હું કોઈ મૂર્ખ…
કોકિલાબહેન અંબાણી હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહેલી દીપિકાએ એમ પણ કહ્યું હતું કે તેને હજુ કફ હોવાથી અને ચેસ્ટ કન્જેશન હોવાથી તે સર્જરી માટે તૈયાર નથી. ફ્લુની અસરમાંથી બહાર આવશે ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ થશે. પતિ શોએબે બધાને દીપિકા માટે પ્રાર્થના કરવા કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે બધાના જીવનમાં ટફ ટાઈમ આવતો હોય છે, આ અમારા જીવનનો સૌથી પડકારજનક સમય છે અને અમે સાથે મળી તેની સામે લડત આપીશું.
કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને દીપિકાની હેલ્થ અપડેટ્સ પણ વ્લોગ દ્વારા શેર કરે છે.